Archive for November 21st, 2008
ફિલમ: દોસ્તાના
* હિંમતે મર્દા તો મદદે ખુદા એ પંક્તિ મમળાવતા અમે ગઇકાલે રાત્રે કવિનને લઇને ડ્રાઇવ-ઇન થિએટરમાં પ્રવેશ્યા. કોકી સાથે વાત કરતાં ખબર પડીકે તેણે આની પહેલાં ડ્રાઇવ-ઇનમાં જોયેલું મુવી શાદી નંબર ૧ હતું જ્યારે મેં ડ્રાઇવ-ઇનમાં છેલ્લે જોયેલું મુવી બીબી નંબર-૧ હતું!
સારી જગ્યા ગોતી ને તે પહેલાં પોપકોર્ન ખાધાં, દાબેલી ઝાપટી અને અડધા કલાકની જાહેરાતોનાં મારા પર છેવટે દોસ્તાના શરૂ થયું. કરણ જોહરની ફિલમ હોવાથી મગજને સાચવીને ઘરે મૂકી દીધું હતું એટલે મને વારંવાર માથામાં દુખાવો પણ થતો હતો. એકંદરે એક્ટિંગની દ્રષ્ટિએ સારું મુવી ગણી શકાય, હિન્દી ગીતો પર હું કંઇ જ્ઞાન ધરાવતો ન હોવાથી એ વિશે લખવું એ પાપ ગણાય. મિયામી બીચનાં દ્રશ્યોએ મારા મગજ વગરનાં મને ઠંડુ કર્યું અને કવિને મારો મોબાઇલ બે-ત્રણ વાર પછાડ્યો પછી તે ગરમ થયું એટલે સંતુલન જળવાઇ રહ્યું.
છેવટે ૧૦ વાગ્યે અમને રજા મળી અને હંમેશ મુજબ અમદાવાદી બાદશાહોએ ઘરે આવવાનો ઇન્કાર કર્યો અને અમારે ચાલતાં-ડોલતાં ઘરે આવવું પડ્યું!
ફ્રેશનેસનો અનુભવ ક્યારે થાય?
* જીજ્ઞેશભાઇનાં બ્લોગ પર બી.એન.દસ્તૂરની વાર્તા વાંચીને મને પણ યાદ આવ્યું કે આવો એક અનુભવ તાજેતરમાં જ થઇ ગયો.
થોડા દિવસ પહેલાં રીલાયન્સ ફ્રેશમાંથી ઘણી બધી ખરીદીની સાથે અન્ડરવેર પણ લીધા, ઘરે જઇને ચેક કર્યા અને એકાદ પીસ એક દિવસ ટેસ્ટ પણ કર્યો. પણ, આખો દિવસ અકળામણ થાય. બીજા દિવસે ડરતો-ડરતો પાછો આપવા ગયો તો, તેમણે રીટર્ન રીસીપ્ટ સાથે પાછાં લઇ લીધા! હા, પછી મોટી સાઇઝથી તાજગીનો સરસ અનુભવ થયો.
સાર: જુદી-જુદી બ્રાન્ડમાં માપ જુદું-જુદું હોય છે!


