એવી ખાતરી ખરી?
આજનાં દિવ્ય-ભાચ્સકર (હા, દિવ્ય-ભાસ્કર માં કચ્છ, કરછ લખાય છે) માં જયેશ અધ્યારુનો સરસ નાનકડો લેખ એવી ખાતરી ખરી? આવ્યો છે. તેનાં પરથી મારી આવૃત્તિ લખું છું.
૧૯૮૩ થી ૧૯૯૨ સુધીનો સમય જુદો જ હતો. આજુ-બાજુ ક્યાંય ટીવી નહોતું અને ટીવી પર માત્ર ભૂરી ભેંસ અને સમાચાર, ચિત્રહાર જેવી વસ્તુઓ જ આવતી હતી. સાયકલ માત્ર ૧ રુપિયામાં ૧ કલાક (મોટી સાયકલ ૧ કલાક, એકદમ ટબુ સાયકલ આખો દિવસ) ભાડા પર મળતી હતી. ૫ પૈસામાં બરફ ગોળો મળતો હતો – ૫, ૧૦, ૨૦, ૨૫ પૈસા જોવા અને વાપરવા મળતા હતા. છોકરા-છોકરીઓ પપ્પા-મમ્મીનુ કહ્યું માનતા હતા. ટેલિફોન પી.પી. નંબર પર જ હતો. રીક્ષામાં ક્યાંય જવું એ મોટી વાત ગણાતી હતી. છેક હાઇ-વે સુધી સાયકલ પર જવું એ બહાદુરી ગણાતી હતી. નવી સાયકલ વડે છોકરીઓને ઇમ્પ્રેસ કરવામાં આવતી હતી. સ્કૂલમાં નવું-નવું કોમ્પ્યુટર ૩૨ કેબી અને ૬૪૦ કેબી સંગ્રહ ક્ષમતા ધરાવતું હતું (હા, હાર્ડ-ડિસ્ક એટલે શું?). ટેકનોલોજીનાં સમાચાર માત્ર ગુજરાત સમાચાર અને સ્કોપ વડે મળતા હતા (સ્કોપનાં જૂનાં અંકો વડે – મારા મામા તરફથી જ્ઞાન-વારસામાં મળેલાં). સ્કૂલમાં ૧ થી ૪ સુધી કોઇ યુનિફોર્મ નહોતો, એટલે સાતતાળી રમવા માટે હું ઘણીવાર ચંપલ કે બૂટ પહેર્યા વગર સ્કૂલે જતો હતો. ઘરે આવીને દફતરે ફેંકીને સીધા બહાર રમવા જવાતું હતું. બંધ ઘરોમાં દિવાળીમાં સૂતળી-બોંબ ફોડી શકાતા હતા. રાવણ બનાવી શકાતો હતો (હજી પણ મારા ઘરની આજુ-બાજુ છોકરાઓ બનાવે છે, તે વાત અલગ છે..). તોફાનો ક્યારે બંધ થશે તેની મોટી-મોટી ચર્ચાઓ કરી શકાતી હતી. પરિક્ષાઓ તોફાનોને કારણે મોડી પડતી હતી અને અમને એમ કે પરીક્ષા લેવાશે નહી એ ભ્રમમાં આખું તોફાન-વેકેશન રખડી ખવાતી હતું. સ્કૂલનાં ટીચર્સને ઘરે જમવા કે ગપ્પાં મારવા ટ્યુશન સિવાય પણ બોલાવી શકાતા હતા. વીસીઆર અને વીસીપી પર જ ફિલ્મો જોઇ શકાતી હતી (ભાડા પર લાવીને). દરેક છોકરાનો આદર્શ બ્રુશ-લી હતો. ટીવી પર પ્રસારણ ન આવતું હોય ત્યારે રંગીન કે બ્લેક-એન-વ્હાઇટ પટ્ટાઓ જોવા મળતા હતા. કિલે કા રહ્સ્ય નામની સીરીયલથી બહુ ડર લાગતી હતી. હી-મેન સિવાય બીજા કોઇ કાર્ટૂન વિશે વિચાર આવતો નહોતો. પપ્પાનાં સ્કૂટરનો નંબર આવતાં દિવસો નીકળ્યા હતા. સન્ની નવું-નવું આવ્યું ત્યારે આખા શહેરમાં નવાઇની વાત બની હતી…
હા, બોમ્બ-બ્લાસ્ટ ૧૯૯૩માં સંભળાયા હતા… પણ ખાતરી નહોતી કે સમાચાર સાચા છે.



superb, i guess we both are of same age
gilli dando, lakhoti o, movie na photos, film ni pattio, nagolcha, khochamni etc..ketli badhi games rami chhe aaj kaal na chhokra o ne to naam pan khabar nai hoy.
mansuri
December 4, 2008 at 3:08 AM
‘દિવ્ય ભાસ્કર’ની સાચી જોડણી આવી હોવી જોઇએ. અડધા “સ્”માં “ર” અને “-” છે એટલેઃ દિવ્ય ભાર-કર!
વિનય ખત્રી
December 4, 2008 at 2:01 PM
Boss link તો મૂકો! http://www.divyabhaskar.co.in/2008/12/03/0812031528_jayesh_ahmedabad.html
મનિષ મિસ્ત્રી
December 5, 2008 at 6:27 AM
પહેલાંના દિવસો સારા હતાં. બળદ ને ખેતરના છેડે વાવેલા ઘાસથી ચાલી જતું હતું એટલે પેટ્રોલના ભાવની ચિઁતા નહોતી. દિવો બાળવા જેટલું તેલ મળી રહેતું હતું એટલે લાઈટ જવાની ચિઁતા નહોતી. ઘરાકવટી કરતતાં ટાઈમે કોઠી ભરાય એટલું ધાન મળી રહેતું એટલે રીસેશનમાઁ નૉકરી જવાની ચિઁતા નહોતી. દિવસને દિવસ પ્રમાણે અને રાતને રાત પ્રમાણે જીવતાં હતાં એટલે અપૂરતી ઉંઘ અને તબિયતની ચિઁતા નહોતી. મહેનત કર્યા વગર કંઈ ન મળે / ચેન ન પડે એવા માણસો ને વધતી ફાંદની ચિઁતા નહોતી.
જે સોંઘવારીની વાતો દાદા પોતાના પૌત્રોને કરતાં હતાં તે હવે મોટોભાઈ પોતાના તાજા પરણેલા ભાઈને નથી કરતો?
એક રવિવારે બપોરે ડેનીસ (’-ધ મેનેસ’ વાળો) પોતાના પડોશી અંકલને ત્યાં પોતાની મિત્ર ટોળકી લઈને પહોંચી ગયો અને અંકલને કહે – ‘અંકલ, મારા મિત્રોને જોવું છે કે તમારા જમાનામાં ટીવીની ચૅનલ બદલવા માટે કેવું ઝૂલણખૂરશી પરથી પોત્તે-જાત્તે ઊભા થઈને ટીવીનું બટન ફેરવવું પડતું હતું, તે જરા બતાવોને!’
ભાવાર્થ, સુજ્ઞ વાચકો, એ છે કે ભૌતિક રીતે દરેક જનરેશન ગઈ જનરેશન ની હાંસી ઉડાવશે અને આવતી જનરેશનની ઈર્ષા કરશે. જ્યારે મનોમન એનાથી ઉલટું જ ચાલશે.
દુનિયાના અંત જેવું કશું જ નથી અને જો છે તો તમે શું કરી લેવાના છો?
મનિષ મિસ્ત્રી
December 5, 2008 at 6:43 AM
આ સરસ છે:
http://bitsandpieces.us/2008/12/05/to-the-spoiled-under-30-crowd-from-the-over-30-crowd/
Kartik Mistry
December 6, 2008 at 5:59 PM
[...] a comment » * મારી પોસ્ટ, આવી ખાતરી ખરી? ને રીડગુજરાતી.કોમમાં અતીતના સંભારણા [...]
અતીતના સંભારણા - રીડગુજરાતી.કોમ પર… « મારા વિચારો, મારી ભાષામાં!
December 13, 2008 at 6:36 PM