મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

Archive for April 2009

ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર!

with 4 comments

* શું તમે ગુજરાતીલેક્સિકોનનું ઓનલાઇન સ્પેલચેકર જોયું? ના, જોયું હોય તો ગુજરાતીલેક્સિકોનનું નવું નજરાણું તમે જોઇ શકો છો, વાપરી શકો છો, ચકાસી શકો છો અને તમારા લખાણને આરામથી સ્પેલચેક કરી શકો છો – અને હા, કંઇ આડા-અવળું દેખાય તો ફીડબેક પણ મોકલી શકો છો!

ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર!

આ માટે પલક, પદ્મા, સુમૈયા અને પ્લગઇન માટે વિશાલભાઇ મોણપરાનો ખૂબ-ખૂબ આભાર!

ક્રોસવર્ડ અને ગુજરાતી પુસ્તકો

with 4 comments

* મને એ ખબર નથી પડતી કે ક્રોસવર્ડનાં ગુજરાતી વિભાગમાં સૌથી વધુ ભીડ માત્ર રસોઇ કળાનાં ખાનાં બાજુ જ કેમ જોવા મળે છે?

આજનું પુસ્તક: પ્રિય નીકી – ચંદ્રકાંત બક્ષી

નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક

with 20 comments

* હેં.. કાર્તિક ચોપડી લખે? હા.

આ સાહસ કે દુ:સાહસનો નવરાં બેઠા રવિવારની બપોરે કોઇક કાળ ચોઘડિયામાં વિચાર આવ્યો અને પછી એ વિચાર આવ્યો કે સાલું આ ચોપડીને છાપશે કોણ અને કોઇએ છાપી નાખી તો ખરીદશે કોણ? જવા દો, છપાવવાની જરૂર અત્યારે તો નથી. હાલ પૂરતું, વેબ પર PDF કે તમને જોઇતા ફોરમેટમાં પ્રાપ્ત કરવાનો વિચાર છે – અને બ્લોગ પર પાનાં પર સીધી જ લખવાનો પણ વિચાર છે  – એટલે એક નવું પાનું ‘પાનાંઓ’ માં ઉમેરાયેલું તમે જોઇ શકો છો – એટલે કે તમને શિર્ષકની ખબર પણ પડી ગઇ હશે!

અત્યારે હું પ્રકરણ વગેરે નક્કી કરી રહ્યો છું, એટલે પાનું પાસવર્ડથી સુરક્ષિત છે અને લગભગ થોડાં મિત્રોને જેમ લખાતું જશે તેમ આપતો જઇશ.

વિચાર કેવો છે? સારો, ખરાબ, બકવાસ, બોરીંગ, તદ્ન વાહિયાત?

મોબાઇલ: દશા અને દિશા

with 3 comments

ટેડ.કોમ પર મોબાઇલથી સમાજની કેવી દશા થઇ રહી છે તેનો ૩ મિનિટનો રમુજી વિડીઓ

ડાઉનલોડ: http://video.ted.com/talks/podcast/RennyGleeson_2009_480.mp4

શિર્ષક: ડાયાસ્પોરા: દશા અને દિશા પરિસંવાદમાંથી ઉઠાવેલ!

બૂટની દોરી

with 5 comments

* મને લગભગ ૮મા ધોરણ ધોરણ સુધી બૂટની દોરી બાંધતા નહોતું આવડતું. ધોરણ ૫ પછી શાળાનો ગણવેશ (એટલે કે યુનિફોર્મ) આવ્યા પછી એકાદ વર્ષ સુધી તો વેલ્ક્રો વાળાં બૂટ પહેરીને ચલાવ્યું પણ પછી ગણવેશ બદલાવીને કાળાં લેધરનાં બૂટનો સમાવેશ કર્યા પછી મારી મુશ્કેલીની શરૂઆત થઇ ગઇ.

અને હવે તો બૂટની દોરી બાંધતા આવડી ગયા પછી આ વિવિધ રીતે દોરી બાંધવાની કળા શીખી રહ્યો છું!

હેપ્પી બર્થડે કોકી!

with 2 comments

* હેપ્પી બર્થ ડે, ડિઅર કોકી!

ત્રણ વર્ષ પછી હવે અમે બર્થ ડે પર જોડે હોઇશું! :P

Written by Kartik

April 10, 2009 at 6:00 AM

આ અઠવાડિયાની ફિલમો

with 7 comments

* ત્રણ-ત્રણ હિન્દી ફિલમો! ના હોય!! હા છે – દુર્ભાગ્યે!

૧. એક (૦૧-૦૪-૨૦૦૯)

બકવાસ ફિલમ.

અમદાવાદ મિરરમાં આ ફિલમ વિશે બે દિવસ પહેલા મજાનો પ્રસંગ આપેલ છે. ફિલમ વાળાએ જાહેરાત આપી કે ફિલમ ન ગમે તો પૈસા પાછા આપીશું. મુંબઇનો એક યુવાન પૈસા પાછા માંગવા ગયો અને પછી તેની જે હાલત થઇ છે – મિરર મસાલા છાપું હોવાથી સરસ રીતે લખેલ છે. અમદાવાદ મિરરનો આર્ટિકલ અહીં વાંચો.

અને હા, માહી ગિલ સિવાય આ ફિલમમાં કંઇ જોવા જેવું નથી!!

અપડેટ: ઓહ, ના!!!! તે માહી ગિલ નથી. એ તો શ્રેયા શરન કરીને કોઇ સાઉથની હીરોઇન છે. ઓહ, ના. ઓહ, માહી! :(

૨. દેવ ડી (૦૭-૦૪-૨૦૦૯)

થોડું ધ્યાનથી જોવાથી આ મુવી મને એકંદરે ગમ્યું. માહી ગિલ (!), ટ્વિલાઇટ બ્રધર્સ અને કંઇક અંશે ઉદાસ (ઓહ, દેવદાસ!) દેખાતા અભય મને ગમી ગયા. VCD લાવ્યો છું એટલે ફરી જોવાની ઇચ્છા છે – જેથી પુરું સમજાઇ જાય..

૩. ૮x૧૦ તસ્વીર (૦૮-૦૪-૨૦૦૯)

આજે જ ડ્રાઇવ-ઇનમાં જોઇને આવ્યા. ઠીક કહી શકાય. શાંતિ હતી કે ફિલમમાં માત્ર એક જ ગીત (અને એક છેલ્લે જે અડધું જ બતાવવામાં આવ્યું) હતું. જે પ્રમાણે પ્રચાર થયો તે પ્રમાણે નાગેશભાઇએ કુરકુરે જ ખવડાવી દીધા તેમ લાગ્યું. ગિરીશ કર્નાડને ફિલમમાં કેમ લેવામાં આવ્યા અને જે પ્રકારનો રોલ કર્યો તે જોઇને પણ નવાઇ લાગી.

આ ફિલમ ન ગમવાનું બીજું કારણ એ હતું કે કોકીએ મહા-મહેનતે તૈયાર કરેલ મેથીના ગોટાનો ડબ્બો તે ઘરે જ ભૂલી ગઇ હતી :(

ભગવદ્ગોમંડળ – પ્રેસ કોન્ફરન્સ

leave a comment »

* તમને ખબર જ હશે કે ગુજરાતીલેક્સિકોને ભગવદ્ગોમંડળનું ડિજીટાઇઝેશન કર્યું અને સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સ ૩જી એપ્રિલનાં રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી. સમાચારપત્રોમાં પ્રગટ થયેલ સમાચારોનો અહેવાલ તમને અહીં મિડીઆરૂમમાં જોઇ શકો છો.

રતિલાલ ચંદરયા અને અશોક કરાનિયા - ભગવદ્ગોમંડળની સાઇટ રજૂ કરતાં... ગુજરાતીલેક્સિકોનની નવી અપકમિંગ સીડીનો ઇન્ટરફેસ!

પ્રેસ કોન્ફરન્સનાં વધુ ચિત્રો તમે અહીંથી જોઇ શકો છો..

ચૂંટણી માહિતી ગુગલ દ્વારા…

leave a comment »

* લોકસભા ચૂંટણી ૨૦૦૯ માહિતી ગુગલ દ્વારા. જુઓ:

અંગ્રેજી: http://www.google.co.in/intl/en/landing/loksabha2009

હિન્દી: http://www.google.co.in/intl/en/landing/loksabha2009/index-hindi.html

તમને તમારા વિસ્તારની ૨૦૦૪ અને ૨૦૦૮ની બધી માહિતી મળી જશે. લોકસભાનાં સભ્યોની પણ સારી એવી માહિતી મળશે!

ગુગલ હવે શું નથી આપતું એ સવાલ છે :)

થેન્કસ ટુ મનીષભાઇનું ટ્વીટર અપડેટ!

બિગ બાઝાર: બિગ ફ્રોડ?

with 2 comments

* આજે અમે મુંબઇથી પાછા આવ્યા પછી થોડી ખરીદી માટે બિગ બાઝાર ગયા (હિમાલય મોલમાં) કારણકે, ડિનર પણ ત્યાં મોલમાં કરવાનું હતું અને કેટલીક વસ્તુઓ (દા.ત. લોટ, બિસ્કિટ વગેરે) લાવવી પડે જ તેમ હતી. ખરીદી કરી અને પછી ઘરે આવીને ખબર પડી કે ચીજ વસ્તુઓમાંથી ‘ચીઝ સ્લાઇસ‘ નું પેકેટ ગાયબ છે – બિલમાં તેનો ઉલ્લેખ છે અને થેલીમાં નથી. મેં જોયું તો થેલી પણ ફાટેલી નહોતી – એટલે કે તે બિલ બન્યા પછી અને થેલીમાં ભરતી વખતે ઉઠાવી લેવામાં આવ્યું!!

બિગ બાઝારની આવી છેતરામણી પહેલી નથી. અને તેમની સર્વિસ તો ભંગાર છે – તે કહેવું પડે?

હા, મેં બિલ પર લખેલ તેમનાં ચાર (હા, ચાર) નંબર્સ પર ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો – એક પણ નંબર ચાલતા નથી. હવે મારે કાલે જાતે જવું પડશે. જોઇએ છીએ શું થાય છે…

યસ, ઇટ ઓન્લી હેપ્ન્ન ઇન ઇન્ડિયા, કિશોરજી!