Archive for May 9th, 2009
સીધી વાત!
* સ્પ્રાઇટની આ એડની જેમ હું પણ સીધી વાત કરવા કરવામાં માનું છું, અને હા, સાથે નો બકવાસ.
હા, તો વાત એમ કે મારા એક ઓળખીતા-પાળખીતા વ્યક્તિને એવી ટેવ કે કોઇનું કામ હોય તો હાંજી-હાંજી કરે પછી પાછળથી તે વ્યક્તિ અને તેના સંબંધીઓ વિશે મજાક કરે! અરે, ભાઇ – કહેવું હોય તો સીધું જ કહે ને. ચમ બીજા આગળ પંચાત અને મજાક ઉડાવે છે? પાછું, ગરજ તો રાખે જ! એટલે કે, કામ હોય ત્યારે મીઠું બોલે, અરે હજી કામ પત્યુ પણ ન હોયને મજાક ઉડાવવાની શરૂ! પોતાને એમ કે પોતે જ માત્ર કંઇ છે – પણ દુનિયા ઘણી મોટી છે, ભાઇ!
નોંધ: મને એમ ન કહેતા કે સીધી વાત કરી એ વ્યક્તિનું નામ કહી દો!

