Archive for May 14th, 2009
ભગવદ્ગોમંડળની સીડી
* આ બુધવારે દિવ્ય ભાસ્કરનાં કળશમાં નાનકડી નોંધ આવેલી કે, ભગવદ્ગોમંડળની સીડી તમને (મફત) મળશે. હવે, થયું એવું કે લોકોને ભગવદ્ગોમંડળ કરતા આ મફત શબ્દ પહેલા નજરે પડ્યો અને ગુજરાતીલેક્સિકોનની આખી ટીમે લોકોને સંભાળવા લાગી જવું પડ્યું. બે દિવસથી સીડી માટે ધસારો ચાલુ છે અને મને અત્યંત આનંદ થયો કે મારી આખી ટીમ લોકોને જે રીતે સાચવે છે – ભગવદ્ગોમંડળ અને ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટ સફળ ગણી શકાય
તેમ છતાં, ૨૦૦૬થી શરૂ કરીને આજે પણ ‘આ સીડી ડીવીડી પ્લેયરમાં ચાલશે?’, ‘આ તો તમારી છાપામાં એડ આવી એટલે આવ્યો, બાકી આ ભગવદ્ગોમંડળ શું છે?’ આવા ઉદ્ગારો સાંભળી મને જરા દુખ થાય એ વ્યાજબી જ છે!
સ્પેશયલ થેન્ક્સ ટુ પલક, જેણે લાંબા વેકેશન પછી પાછા આવીને એપ્લિકેશનમાં રહેલ સરસ મજાના બગને મારી નાખ્યા, અને વિધી અને શ્રુતિ જેમણે લિનક્સમાં સીડી રાઇટ કરવાનું પ્રથમ વાર શીખ્યું અને લોકોને સરસ રીતે સાચવ્યા!

