Archive for May 18th, 2009
કવિન વગર
* કવિન અત્યારે મુંબઇ ખાતે – દાદા-દાદી, નાના-નાની પાસે ફરવા અને ગરમીથી બચવા ગયો છો. એમ તો, કવિન વગર બહુ જ મજા આવે. તે લેપટોપ જોડે છેડખાની ના કરે એટલે આરામથી મુવી જોઇ શકાય, બાજુમાં આવીને પીપી ના કરે એટલે હિપ્પોની જેમ એક જ જગ્યાએ પડ્યા-પાથર્યા રહી શકાય, મસ્તી ના કાઢે એટલે ગુસ્સે ના થવાય, તેને લઇને બગીચામાં હીંચકા ના ખાવા પડે એટલે બીજું લિનક્સનું કાર્ય થઇ શકે, ચોકલેટની જીદ સહન ના કરવી પડે એટલે જાતે ચોકલેટ ઝાપટી શકાય..
પણ, તેના વગર મજા ના આવે!
Missing you dear, Kavin and Koki!

