મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for May 28th, 2009

ત્રણ વાંદરાઓ

with 3 comments

* ગઇકાલે પદ્મા સાબરમતી આશ્રમ (ગાંધી, નહીં કે આશારામ!) કંઇક ઓફિસના કારણોસર ગઇ ત્યારે મજાકમાં મેં તેની પાસે ગાંધીજીનાં ‘ત્રણ વાંદરા’ મંગાવ્યા. અને તે લાવી પણ ખરી! આશ્ચર્યની વાત છે કે વાંદરા માત્ર પાંચ રૂપિયાના જ આવ્યા!

ત્રણ વાંદરા, વાદળી પાશ્વભાગ સાથે!

કોકીને મેં ફોન કર્યો અને કહ્યું કે, હું ત્રણ વાંદરા લાવ્યો છું.

કોકી: વાંદરા?

હું: હા, અહીં વેચાવા માટે આવ્યા હતા, એક ભાઇ જંગલમાંથી પકડીને લાવ્યા હતા – પાંચ રૂપિયામાં ત્રણ મળતા હતા એટલે લઇ લીધા!

કોકી: અરે, ખરેખર ‘જીવતા’ ‘સાચા’ વાંદરા?

હું: હા. જીવતા+સાચા!

કોકી: અરે, આપણને એક વાંદરો પણ ભારે પડે છે – તું કેમ ત્રણ વાંદરા લઇ આવ્યો? :(

હું: હા, હા, હા..

જ્યારે ઘરે જઇને પેકિંગ ખોલીને બતાવ્યુ ત્યારે તેને શાંતિ થઇ! જો કે, એ પહેલા મારે તેને મારી મજાક સમજાવી દેવી પડી હતી – નહિતર, મને ઘરમાં પ્રવેશ કરવા ન મળત તે સમજી શકાય તેવી વાત છે! ;)

થોડુંક સર્ફ કરતાં ખબર પડી કે ત્રણ વાંદરાઓની એક સાઇટ પણ છે!