Archive for June 2nd, 2009
આનંદો!
* આપણે બધા આનંદમાં આવી ગયા કે ગુજરાતમાંથી ત્રણ રોકડા નેતાઓની મંત્રીઓ તરીકે નિમણુક કરવામાં આવી અને બીજા બે ગુજરાતીઓ (પ્રફૂલ પટેલ અને દિનેશ ત્રિવેદી) પણ મંત્રીમંડળમાં છે. તેમ છતાં, આપણને ખબર છે કે આ બધામાંથી કોઇનુંય કંઇ સાંભળવાનું નથી. પાંચ વર્ષ આરામ કરી (અને ભૂલથી પણ ગુજરાત માટે કંઇ પણ કર્યા વગર) આ લોકો ધોયેલા મોઢે પાછા જ આવવાનાં છે.
* બીજા આનંદના સમાચાર એ કે બિહારમાં લોકોએ બે ટ્રેન અને એક સ્ટેશન સળગાવી દીધું. કોઇ કંઇ કહે તે પહેલાં લાલુએ કીધું કે આમાં અમારો કોઇ હાથ નથી! કારણ શું હતું? ટ્રેનનું સ્ટોપેજ એક સ્ટેશન પર નહોતું આપવામાં આવ્યું! ભાઇ, આ લોકોને સમજાવો કે આવું તો ગુજરાતમાં સામાન્ય છે. તમારા બિહાર કરતાં તો અમારા ગુજરાતીઓ સહનશીલ છે – અમે તો ટ્રેન સળગાવતા નથી, માત્ર સળગીએ છીએ, ખોબલે-ખોબલે મત આપીએ છીએ અને ઇન્કમટેક્સ-સેલ્સટેક્સ ભરીએ છીએ જે બિહારના વિકાસમાં વપરાય છે. વાંધો નહી, અમે તમારા માટે નવું રેલ્વે સ્ટેશન બનાવીશું! જલ્સા કરો, તમે તમારે!

