Archive for June 5th, 2009
કરાડીની મુલાકાત
* ઓફિસનાં એક કાર્ય સંદર્ભે કરાડી (નવસારી) ગામે જવાનું થયું. થાકી ગયો પણ, મજા આવી અને ખબર પડી કે અપ-ડાઉન કરવામાં કેટલી હિંમત જોઇએ! સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં નીકળ્યો. કર્ણાવતી એવી ગાડી છે કે જે તમને ન રાત્રે સુવા દે કે સવારે આરામથી સ્ટેશન પહોંચવા દે. માંડ-માંડ રીક્ષા મળી અને ગાડી ઉપડવાની પાંચ મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચ્યો. ધ્યાન રાખજો સ્ટેશન પર નેસકોફી પીવાનો પ્રયત્ન ન કરતા. મોઢામાં પણ ન જાય તેવી કોફી મળે છે (પ્લેટફોર્મ-૪ પર).
સુરત પહોંચ્યો. ત્યાંથી બસમાં નવસારી ગયો. ભૂલથી લોકલ બસમાં બેસી ગયો અને સુરત જીલ્લાનાં દર્શન કરી લીધા. ચાલની.. ચાલની જેવા સુરતી શુશબ્દો વડે મન પ્રફુલ્લિત પણ થયું
નવસારીથી એરુ ચાર રસ્તાથી રીક્ષામાં કરાડી પહોંચ્યા. ત્યાંની સ્કૂલ અને ગાંધીજીની ઝૂંપડીનાં થોડાક ફોટાઓ નીચે મૂક્યાં છે. ત્યાંથી પાછો નવસારી–>સુરત આવ્યો. કુનાલ ધામીને ફોન કરી સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ! મારી ટ્રેન મોડી હતી એનો લાભ ઉઠાવીને બહુ વાતો કરી!!
ઘરે પહોંચતા ૧૦.૩૦ થઇ ગયા અને ઘરે પહોંચ્યા પછી કવિન જીભ કાઢીને મારું સ્વાગત કર્યું.








