મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for June 10th, 2009

આજની કડીઓ

with 4 comments

* એટલે કે લિંક્સ (Links)!

૧. યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ
સરસ આર્ટીકલ! થેન્ક્સ ટુ પલક!!

૨. 20 years prison sentence
મસ્ત જોક!

હિસાબ-કિતાબ

with 7 comments

* ખર્ચાનો હિસાબ-કિતાબ રાખવો અત્યંત અઘરો છે, પણ હાજર છે – બે સરળ ઉપાયો

૧. ટેકી (Track Every Coin)

ટેકી ઉપકરણ

સ્વરૂપ નામનાં બેંગ્લુરૂનાં એક સોફ્ટવેર એન્જિનિયર (અને સાહસિક, Byte of Python અને Byte of Vim જેવા પુસ્તકોનાં લેખક..) અને બીજા લોકોએ બનાવેલ આ સાધન તમારા ખર્ચા કે આવકની તરત નોંધ રાખશે. જ્યાં પણ પૈસા વાપરો તે નોંધ આ પેન ડ્રાઇવ જેટલાં સાધનમાં નાંખી દેવાની. ઘરે જઇને કોમ્પ્યુટર સાથે જોડી દેતા બધી માહિતી આપમેળે કોમ્પ્યુટરમાં આવી જશે (એટલે કે sync થઇ જશે). આ સાધન હજી પ્રાયોગિક ધોરણ પર છે. છતાં, તેનાં ફીચર્સ જોતા માર્કેટમાં તહલકો મચાવી દે તેવું છે..

૨. પેમ (Personal Expense Manager)

સ્વરૂપની જેમ બીજા એક મિત્ર પ્રસાદ પંડિતે સોફ્ટવેર પર હાથ અજમાવ્યો અને બનાવ્યું કમાન્ડ-લાઇન સોફ્ટવેર. PEM વડે લિનક્સ અને મેક (વિન્ડોઝ પર પણ ચાલે છે) પર તમે ગીક લોકોને પોતાનાં ખર્ચા-પાણીનો હિસાબ રાખતાં કરી શકો છો. સોફ્ટવેર હજી શરૂઆત છે. જો તમને પર્લ (perl) આવડતું હોય તો તમે તેમાં સુધારો-વધારો કરતાં માટેનાં વિચારો મોકલી શકો છો. નોંધ રાખો કે આ ટૅલી નથી એટલે તેવી રીતે સરખામણી કરતાં નહીં!