મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for June 16th, 2009

કવિન: ર વર્ષ!

with 11 comments

મારા વ્હાલા દિકરા કવિન,

હેપ્પી બર્થ ડે! અને હા, સોરી પણ – કારણ કે, મેં તને ક્યારેક એકાદ ઝાપટ પણ મારી હશે, લડ્યો હશું, કોઇક વાર બગીચામાંથી તારી ઇચ્છા ના હોવા છતાં ખેંચીને પણ લાવ્યો હશું, ચોકલેટ કે મમ પણ નહીં અપાવ્યું હોય વગેરે. ફરી એક વાર માફ કરજે. મેં તને વચન આપ્યું હતું કે બર્થ ડે પણ સાયકલ કે ટ્રેન (એટલે કે રમકડાંની, દોસ્ત..) અપાવીશ. પણ, અનિવાર્ય સંજોગોને કારણે તે હું આજે તે નહીં આપી શકું.

ચાલ ત્યારે, સાંજે કેક તો લઇને આવીશ..

* સંબંધિત પોસ્ટ્સ:

કવિનનો જન્મ

કવિનનો પ્રથમ જન્મદિવસ (કે જન્મવર્ષ?)