તમે શું કરશો?
* ગઇકાલે લોકશક્તિ એક્સપ્રેસની રાહ જોતો બોરીવલીનાં પ્લેટફોર્મ નં ૪ પર ઊભો હતો ત્યારે એક ભાઇ મારી પાસે આવ્યા અને કહ્યું કે, મારે સુરત જવું છે. મેં કહ્યું, તો જાવ ને.. એ ભાઇ મારા મજાકનાં સૂરને પારખીને પછી દયામણા સ્વરે બોલ્યા કે મારે સુરત જવું છે અને મારી ટીકીટ મારા મિત્ર પાસે રહી ગઇ છે, હું ગાડી ચૂકી ગયો છું અને મારી પાસે માત્ર ૨૦ રૂપિયા જ છે. તમે મને બાકીના ૧૮ રૂપિયા આપશો? થોડી વાર વિચાર કર્યો અને મેં તેને ૨૦ રૂપિયા આપ્યા.
૧. તે કદાચ ખોટું પણ બોલતો હોય.
૨. તે સાચું બોલતો હોય.
ગમે તે હોય, પણ મેં એ વિચારીને આપ્યા કે આવું જો મારી જોડે થાય અને કોઇ મને રૂપિયા ન આપે તો? મારી જગ્યાએ તમે હોવ તો શું કરશો? અાજ-કાલ માણસો પાંચ વર્ષથી ઓળખતાં હોય તો પણ વિશ્વાસ નથી કરતાં તો પાંચ સેકંડની વાત પરથી તમે કોઇને કંઇ આપશો?


છુટ્ટા ૨૦ રૂપિયા હશે ખિસ્સા માં તો આપી દઈશ.
Yashpal
June 24, 2009 at 9:45 AM
well, i guess he asked only for 18-20 rs. so, he must be in genuine need… if he’d have asked for, say 100 or such.. we could doubt about his intentions…
i’d give him .. but only 20 .. not more.. if i dont have change, i’ll find change and give only 20
કુણાલ
June 24, 2009 at 10:33 AM
કાર્તિકભાઈ
મારે ય અમેરિકા જવું છે, ખીસ્સામાં 45 રૂપિયા છે…. ઘટતું કરશો.
Rajni Agravat
June 24, 2009 at 11:50 AM
તમે અમેરિકાનું પ્લેન ચૂકી ગયા છો? જો એવું હોય તો, એકાદ-બે ડોલર આપવામાં વાંધો નહીં..
Kartik Mistry
June 24, 2009 at 12:19 PM
I would have given him 20 rupees.
Himanshu
June 24, 2009 at 5:52 PM
Hu hot to e bhai ne kaheto ke tara 20rs batav ane time hot to eni sathe ticket bari par jai ne ticket apavi det. mane experience thayo hato ek vaar ek couple hatu ane ticket mate 50 rs mangya hata. emne me thoda divas pachhi fari thi joya hata paisa mangta.
Sadaf
June 24, 2009 at 8:19 PM
મારે પણ આવુ અહિંયા ન્યુ-યોર્ક સીટી ફરવા ગયો તો ત્યારે થયુ હતુ. ખાલી સુરત ની જગ્યાએ બોસ્ટન અને 20 રુપિયાની જગ્યાએ 15$ હતા. મેં આપી પણ દીધા, પછી આ વાત ના અઠવાડિયા પછી મારો એક મિત્ર ન્યુ-યોર્ક સીટીમાં હતો, અને એને એવા ભાઇ ભટકાઇ ગયા…એણે તો ના આપ્યા… પણ અમે ફોન પર વાત કરીને એક બીજા ને ‘વાતો’ અને દેખાવનુ વર્ણન કર્યુ અને નિષ્કર્શ કાઢ્યો કે બંને એક જ ભાઇ હતા.
બોધ- સમય હોય અને મદદ કરવી હોય તો આખી મદદ કરવી… i.e. ટિકિટ લઇને જ આપી દેવી…ભિખારીઓ ને પણ 1-2 રુપિયા આપવા કરતા, 4-5 રુપિયાની કોઇ ખાવાની વસ્તુ લઇને આપી દેવી…
saksharthakkar
June 24, 2009 at 9:57 PM
રજનીભાઈને મદદ કરવાની મને બહુ ઈચ્છા થઈ, પણ મારી કને તો ૪૫ પણ નથી. એમના ૪૫ લઈ લેવા જેવા ખરા.
Sadafજીની વાત બહુ ગમી. સાક્ષરભાઈની વાત પણ ગમે પણ આવું જ બધાં કરે તો ભીખારી ક્ષુધાને બદલે બદહજમીથી મરી જાય.
કાર્તીકને તો ગુજરાતીમાં અવનવા વિચારો આવ્યા જ કરે છે, ને એ પોતે લખેય છે, પણ એને લીધે આ ધમાલભર્યા જીવનમાં હળવાશ સાથે કેટલુંક મજાનું મળ્યાં કરે છે. એણે બે રુપીયા વધુ આપીને પેલાભાઈને કાયમનો ૠણિ બનાવી દીધો.
jjugalkishor
June 25, 2009 at 7:13 AM
તમારે સુરતની ટિકીટ ખરીદીને આપવા જેવી હતી કે જેથી ધરપત રહે કે માણસ સાચો જ છે.
અમદાવાદના એસટી સ્ટેશને બ્રાઉન સુગરના બંધાણીઓ આવી રીતે પૈસા માંગતા હોય છે.
તેઓ વિશેષ કરીને યુવાનને પકડતા હોય છે. તેઓ જાણતા હોય છે કે યુવાનો ઝટ ભોળવાય છે અને દયાળુ હોય છે.
જેપી
June 25, 2009 at 2:34 PM
આ રોગચાળો સિંગાપોરમાં પણ છે.
અહીં લોકો પોતાનું પાકીટ ઘરે ભૂલી જતા હોય છે અને પછી એમને એમની મમ્મીને કોઇ કારણ સર તાત્કાલિક કોલ કરવાનો હોય છે એટલે 50 સેન્ટથી માંડીને 1 $ સુધીની ઉઘરાણી કરતા હોય છે.
મારું એવું માનવું છે છેતરવાનો અને પૈસા કઢાવવાનો આ એક ઇમોશનલ (અત્યાચાર) રસ્તો છે. હવે આવી ઇમોશનલ વાતોમાં હું નથી આવતો. જો કે કોઇને પૈસા સિવાયની મદદ જોઇતી હોય જેમ કે રોડ ક્રોસ કરવામાં, વ્હીલચેર ઉતારવામાં, સામાન ફેરવવામાં, વગેરે મદદ હું કરી દઉં છું.
જો કે આ બધાં છેતરનારા લોકોને લીધે જ કોઇ વખત જરૂરિયાતમંદ લોકો પણ તકલીફમાં આવી જાય છે.
કૃણાલ
June 25, 2009 at 2:52 PM
Even if being cheated…I would help the person with some money but, I would rather help him buy ticket or food as some suggested, to avoid more cheating and anyway, now we should have some insight into the person’s intention by looking at him.
I had experience of one coolie returning me my money (taken by him for getting me seat) when he came to know that the seat he gave me was reserved from further station..so, there still is some gentleness left and not necessarily in educated!!
nare mistry
June 29, 2009 at 10:51 AM