ફાયરફોક્સ ૩.૫!

* હા, તમે હવે એટલે કે આજથી ફાયરફોક્સ ૩.૫ મેળવી શકશો! તો, શું ખાસ વાત છે આ ફાયરફોક્સ ૩.૫માં?
૧. તમે હવે બંધ કરેલ ટેબ કે વિન્ડોને Undo કરી શકો છો.
૨. પ્રાઇવેટ બ્રાઉઝિંગ – એટલે કે તમે મુલાકાત લીધેલ વેબસાઇટ્સની હિસ્ટરી, કૅશ, કુકીસ વગેરેની નોંધ નહીં લેવાય.
૩. ૭૦ કરતા વધુ ભાષાઓમાં પ્રાપ્ત (ગુજરાતી તો ખરું જ! હવે મેક માટે પણ ગુજરાતી આવૃત્તિ મળી શકશે).
૪. HTML5, વધુ સારી ઝડપ ધરાવતું જાવાસ્ક્રિપ્ટ એન્જિન અને ઘણા બધા આંતરિક સુધારાઓ!
અત્યારે જ ડાઉનલોડ કરો!
જુઓ: સ્પ્રેડફાયરફોક્સ.કોમ, ફાયરફોક્સ ફેસબુક પાનું અને પ્રકાશન નોંધો.
ખાસ નોંધ: જો તમે IE (ઇન્ટરનેટ એક્સપ્લોરર) વાપરતાં હોવ તો, તમે ફાયરફોક્સ વાપરવા માટે આ પાનાંની મુલાકાત લો.



કાર્તિક ભાઇ હું પેન ડ્રાઇવ લિનક્સ ટ્રાય કરતો હતો. મારી પાસે બે પેન ડ્રાઇવ છે. એક ચાઇનીઝ ને બીજુ ટ્રાન્સે્ન્ડ. ચાઇનીઝ થી બુટ થાય છે પણ ટ્રાન્સેન્ડ થી નથી થાતુ!!!
શુ પેન ડ્રાઇવ મા પણ બુટેબલ ને નોન બુટેબલ હોય છે?
તમે મને ક્યુ લિનક્સ વાપરવા ની સલાહ આપશો?
મારી પાસે કંપની નુ લેપટોપ છે, અને ટેકનીકલ સોફ્ટ્વેર વિન્ડોઝ મા હોવાથી હું માત્ર લાઇવ જ વા્પરી શકુ! ગુ્જરાતી માં મળી જાય તો વધુ સારું!!!!
Manish Bhatt
June 30, 2009 at 11:43 PM
હા. તમારે યોગ્ય રીતે પેન-ડ્રાઇવને બૂટેબલ બનાવવી પડે છે. પણ, આ બન્ને પેન-ડ્રાઇવમાં કઈ રીતે ફરક પડ્યો એ ખબર ના પડી. લાઇવ લિનક્સ ઘણાં બધા છે. ડેબિયન લાઇવ http://debian-live.alioth.debian.org અથવા ઉબુન્ટુ લાઇવ તમે વાપરી શકો છો.
Kartik Mistry
July 1, 2009 at 10:08 AM
google chrome already had these features and the newer one has lot more… chrome is available in Gujarati as well…
before chrome i was using FF only but since chrome came up, the speed it has is not quite visible in FF at all…
કુણાલ
July 1, 2009 at 10:29 AM
Google Chrome ક્યારેક ગુજરાતી ઇનપુટ સાથે પ્રયત્ન કરજો. અને ક્રોમની ગુજરાતી આવૃત્તિ ક્યાં મળે છે. લિનક્સ અને મેક માટે ક્રોમનું પરિણામ ભયંકર છે! હા, ક્રોમ એ સારુ બ્રાઉઝર છે – પણ, એડઓન્સ ક્યાં છે?
Kartik Mistry
July 1, 2009 at 10:47 AM
ફાયરફોક્સનાં ૧૦ નવાં ફિચર્સ જુઓ: http://lifehacker.com/5295655/top-10-firefox-35-features
Kartik Mistry
July 1, 2009 at 11:17 AM
મેં 3.5 વાપરવાનું શરૂ કર્યું છે પણ હજી જોઇએ એટલું સ્ટેબલ નથી લાગતું. મેં નીચે મુજબના પ્રોબ્લેમ નોટ કર્યા છે :
1> ટૂલટીપ નથી જોઇ શકાતી.
2> ગુગલ ટૂલબાર વડે ગુગલ એકાઉન્ટમાં લોગ ઇન નથી કરી શકાતું.
3> શેરપોઇન્ટમાં બનાવેલી સાઇટો બ્રાઉઝ કરતી વખતે એડ્રેસબારમાં એડ્રેસ બરાબર અપડેટ નથી થતા અને બેક અને ફોરવર્ડના બટન પણ બરાબર ઇનેબલ ડીસેબલ નથી થતા.
4> યાહુ મેઇલમાંથી જ્યારે પણ લોગ આઉટ કરું ત્યારે કાયમ હેંગ થઇ જાય છે.
હું વિસ્ટા વાપરું છું. જો ઉપરના પ્રોબ્લેમોનો કોઇ ઉપાય જાણતા હો તો મને જણાવજો.
કૃણાલ
July 8, 2009 at 8:58 PM
i’d say use chrome, krunalbhai
કુણાલ
July 9, 2009 at 2:39 PM
@Kunal
ક્રોમમાં પ્લગ ઇનના બહુ લોચા છે. વળી ગુગલ ટુલબાર પણ નથી ચાલતું. એના વગર બહુ તકલીફ પડે છે.
krunalc
July 9, 2009 at 3:11 PM
@Krunalbhai,
hmm thts true that plug-in support is yet not provided and no toolbar support as well.
કુણાલ
July 9, 2009 at 4:32 PM