મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ફરક!

with one comment

* થોડા સમય પહેલા મને કોઇએ ઇન્ડિયાપ્લાઝાનું ગિફ્ટ વાઉચર મોકલ્યું (ખબર નહીં, પણ કોઇ દયાળુ આત્માએ કે પછી ઇન્ડિયાપ્લાઝા વાળાઓએ..). મેં પપ્પા માટે ફાધર્સ ડે માટે પેન ડ્ાઇવ અને એક ટેબલ ક્લોકનો ઓર્ડર આપ્યો. ટેબલ ક્લોક તો અઠવાડિયામાં આવી ગઇ પણ પેન ડ્રાઇવ ન આવી. ફાધર્સ ડે આવીને ગયો પણ કોઇ સમાચાર નહીં! પછી તપાસ કરીતો ખબર પડી કે પેન ડ્રાઇવ આઉટ-ઓફ-સ્ટોક છે. મેં કહ્યું કંઇ વાંધો નહીં, બીજી કોઇ મોકલો. તેમનો ફોન આવ્યો કે અમે તમને બીજી પેન ડ્રાઇવ મોકલીએ છીએ. મે કહ્યું કંઇ વાંધો નહીં, મોકલો ભાઇ. થોડા દિવસ સુધી કોઇ સમાચાર નહીં. પાછી ફરિયાદ કરી તો ખબર પડી કે બીજી પેન ડ્રાઇવ પણ આઉટ-ઓફ-સ્ટોક છે! મેં કહ્યું કે ચાલો, ઓર્ડર કેન્સલ કરો યાર! એના કરતાં તો બજારમાંથી પેન ડ્રાઇવ લઇને કુરિયર કરી હોત તો સારું હોત!

જ્યારે આ બાજુ મોઝિલા ફાયરફોક્સ ૩.૫ની પાર્ટી માટે મારું બોક્સ પાંચ દિવસમાં પહોંચી જશે. સાથે મને કુરિયર ક્યાં પહોંચ્યું તેની સંપૂર્ણ વિગત દર્શાવતો ટ્રેકિંગ નંબર પણ આપવામાં આવ્યો છે. થેન્ક્સ યુપીએસ!

One Response

Subscribe to comments with RSS.

  1. મને પણ આવો અનુભવ થયો છે. મારા મામાને માટે ગયા વર્ષે અહીંથી યુ.એસ.એ. દવા મોકલાવવાની હતી. સાત દિવસમાં પહોંચી જશે એવું કુરિયરવાળાએ કહ્યું. સાત દિવસના બદલે મહિનો સુધી પાર્સલ પહોંચ્યું નહીં. મામા મને ઈ-મેઈલ કરીને રોજ એ વિશે પૂછે. અને મારે એ વિશે જાણવા રોજ કુરિયવાળાને ત્યાં ધક્કા ખાવા પડે. હાલ ફરી અરજન્ટ પાર્સલ કરવાનું થયું. આ વખતે મામાએ યુપીએસમાં જ મોકલવા કહ્યું. મેં અહીંથી મોડી સાંજે પાર્સલ કર્યું તોયે ત્રીજા દિવસે મામાને યુ.એસ.એ.માં પાર્સલ મળી ગયું હતું. ટ્રેકિંગ નંબર આપ્યો હતો જેથી આપણે ઓનલાઈન જોઈ શકીએ કે પાર્સલ ક્યાં સુધી પહોંચ્યું છે. અને મેં રસીદમાં મારા ઘરનો નંબર અને મારો મોબાઈલ નંબર લખાવ્યો હતો. બન્ને નંબર પર પાર્સલ પહોંચી ગયાનો ફોન પણ આવ્યો.

    Heena Parekh

    July 5, 2009 at 8:04 PM


Leave a Reply