મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

લઠ્ઠાકાંડ…

with 20 comments

* લો, કરો વાત. કોંગ્રેસ સરકારને કહે છે કે લઠ્ઠાકાંડમાં મરેલા વ્યક્તિ દીઠ ૧૦ લાખની સહાય આપો! અરે, વધુ આપો. લઠ્ઠાની પરમિશન આપો. લઠ્ઠાને વધુ લોકપ્રિય બનાવવા માટે આપણે ઘણું કરી શકીએ છીએ..

તમારા સૂચનો આપો :P

20 Responses

Subscribe to comments with RSS.

  1. Had they been alive, they would ask for ’shuddha’ liquor worth 10 lakhs.

    urvish kothari

    July 8, 2009 at 6:33 PM

  2. Those who are fond of desi, must stop drinking or be destined to die like worms. No government can help you morons!

    Chirag Patel

    July 8, 2009 at 7:12 PM

  3. It’s time to lift the prohibition from Gujarat. Even after prohibition in force, liquor is available easily as n when needed. Only thing is because of prohibition, one can not buy liquor across the counter. Time has come to lift the ban in phased manner and check the result.

    What I wrote above is my personal opinion and so called “Gandhivadis” and congress people will start screaming if any such move comes even for consideration.
    કહેવાતા ગાંધીના ગુજરાતમાં જ લોકો મન ભરીને મદીરા પાન કરે છે :)

    કૃણાલ

    July 8, 2009 at 8:48 PM

  4. કોના બાપની દિવાળી ? કોંગ્રેસ હોય કે ભાજપ બધા એક સરખા જ રક્તકણો ધરાવનારા છે. લોકોની લાગણીઓ ઉશ્કેરવી પોતાનો રોટલો શેકી લેવો પણ ક્યારે ય સાચો અને યોગ્ય નિર્ણય નહિ કર્વો કે કરવા દેવો. કપડાની અંદર આ સૌ નાગા છે. આ બધાને એક સવાલ પૂછ્વવો જોઈએ કે આપમાંના કેટલા મદિરા પાન નથી કરતા ? આપ સૌ ઈંગ્લીશ ઢીંચતા હશો અને તેપણ પાર્ટીને ખર્ચે કે અન્ય કોઈના હિસાબે અને જોખમે ! ગુજરાતમાં દારૂ પીવામાં થ્રીલ અનુભવાય છે અને એટલે વધારે પીવાય છે અને લાવી આપવામાં પોલીસ અને તેમના નવાબજાદાઓ અને રાજકારણીઓના આશીર્વાદ્થી આ પ્રવૃતિ બે રોક ટોક ફુલી ફાલી છે. હિમત પૂર્વક દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. પણ તે ના ઉઠે તેમાં વધુમાં વધુ રસ પોલીસ/અમલદારો અને રાજકાર્ણીઓને છે અને તેથી ગાંધીજીને નામે આ બધા ચરી કાય છે. કદાચ ગાંધીજી હયાત હોત તો તેમણે પણ આ સંજોગોને નજર અંદાજ ના કર્યા હોત અને દારૂબંધી ઉઠાવી લેવા આંદોલન કર્યુ હોત !

    arvindadalja

    July 8, 2009 at 11:25 PM

  5. સંમત. મને બીઅર બહુ જ ગમે છે – પણ, ગુજરાતમાં નહીં પીવાનો. ના, ના, ના. કોઇ પોલીસવાળો આપણો ઓળખીતો નથી.. :P

    Kartik Mistry

    July 8, 2009 at 11:42 PM

  6. અરવિંદભાઈ ની વાત સાચી છે. આ બધું થયું એમાં પોલીસ અને રાજકારણીઓનો વાંક છે કે જેઓ આવા ગેરકાયદેસર કામ થવા દે છે અને સાથે સાથે મારનારા પણ એટલા જ જવાબદાર કેહવાય. ગુજરાત માં દારૂબંધી રાખવી જોઈએ કે નહીં એ ચર્ચા કરવામાં માં સમય બગડવા કરતા એટલું ધ્યાન રાખો કે જો તમે ગુજરાત માં રહો છો અને ‘પીવા’ ના શોખીન છો તો જવાબદારી થી પીઓ અને સારું પીઓ. જ્યાં સુધી ગુજરાત માં દારૂ પીવાનો સવાલ છે ત્યાં સુધી આ યાદ રાખો: Nothing is illegal until you get caught. :p

    Himanshu

    July 9, 2009 at 8:37 AM

  7. અરે યાર મને તો એજ નથી સમજાતુ કે પોલીસ અને સરકારને ગાળો દેવા વાળા લઠ્ઠો પીવા વાળાને “આવું ન પીવું જોઇએ” એમ કેમ કહેવાની હિંમત ધરાવતા નથી?!

    બને છે અને વેંચાય છે ત્યારે જ જ્યારે બનાવા વાળા સેવાભાવી હોય ને?!

    જો કાલ સવારે (વો સુબહ કબ આયેગી?!)દારૂબંધી ઉઠાવાય તો યે સરકાર દોષી? ઇનશોર્ટ આપણે ત્યાં આમ જનતા તો બિચારી બહું ભોલી ભળી અને ફરજપરસ્ત છે, પણ આ સાલી સરકાર જ ખરાબ હોવી જોઇએ!

    કાર્તિકભાઈ આવો – ચિયર્સ !

    rajniagravat

    July 9, 2009 at 11:08 AM

  8. દારૂબંધીનું પાલન ના કરાવી શકો એટલે એને હટાવી લેવાની ? ક્યાંનો ન્યાય ? તાકાત હોય તો કાયદાનું પાલન કરી બતાવો અને પછી જુઓ કે કાયદાના ફાયદા છે કે નહિ. ખૂન કે બળાત્કાર સામે કાયદા હોવા છતાં તેનું ઉલ્લંઘન થાય જ છે. શું કે’વું છે નીકાળી દઈએ આ બધી કલમો કાયદામાંથી ?
    હરામ હાડકાઓ અને એને આવું કરવા દેનારા કાયદાના રખેવાળો અને પીનારા, બધા જ દોષિત છે. યુ.પી, દિલ્હી, મહારાષ્ટ્ર કે બેંગલોર માં સાંજે ૮ વાગ્યા પછી બધી સ્ટ્રીટમાં નીકળાતું નથી એ યાદ રાખવું રહ્યું.

    Alpesh Bhalala

    July 9, 2009 at 6:06 PM

  9. “યુ.પી, દિલ્હી, મહારાષ્ટ્ર કે બેંગલોર માં સાંજે ૮ વાગ્યા પછી બધી સ્ટ્રીટમાં નીકળાતું નથી એ યાદ રાખવું રહ્યું.”

    એમ તો અમદાવાદમાં જુહાપુરામાં ધોળા દિવસે પણ નીકળી શકાતું નથી…

    Kartik Mistry

    July 9, 2009 at 6:13 PM

  10. ચર્ચા ગરમાતી જાય છે. કાર્તિકભાઇ જરા બીઅરની વ્યવસ્થા કરો. થોડું ચીલ થવું પડશે….. :)

    કૃણાલ

    July 9, 2009 at 8:34 PM

  11. જર્મનીમાં બિઅરફેસ્ટ થાય છે. અમારી ડેબિયનની ૨૦૧૧ની કોન્ફરન્સ ત્યાં અને એ સમયે રાખવાનો વિચાર છે :)

    Kartik Mistry

    July 9, 2009 at 8:55 PM

  12. “એમ તો અમદાવાદમાં જુહાપુરામાં ધોળા દિવસે પણ નીકળી શકાતું નથી…” જો એનું પણ કારણ દારૂ હોય તો એને પણ ઉપરના લીસ્ટમાં સમાવી દ્યો !
    મને દારૂથી કોઈ અણગમો નથી સવાલ પાડાના વાંકે પલાખીને ડામ દેવો કે નહિ એનો છે…

    Alpesh Bhalala

    July 9, 2009 at 10:12 PM

  13. ના. નથી. એમ તો દારૂની છૂટ ધરાવતા મહારાષ્ટ્રના મુંબઇમાં પણ રાત્રે ૧૨ વાગે આરામથી નીકળી શકાય છે. અમદાવાદના જૂહાપુરામાં બપોરે ૧૨ વાગે મારે અને તમારે જવું હોય તો ય વિચાર કરવો પડે. આનું કારણ દારૂ નથી જ.

    દારૂ ખોટો છે. સંમત. દારૂ કોણ પીએ છે અને કેવો પીએ છે – તેનાં પર બધો આધાર છે. પોલીસની બે નંબરી ઇન્કમ બંધ થઇ જાય એ ચિંતા સરકારને વધુ છે..

    Kartik Mistry

    July 9, 2009 at 10:38 PM

  14. લઠાકાંડ ને દારુબંધી સાથે કોઈ સંબંધ નથી. ગેરકાયદે અને અયોગ્ય રીતે બનેલો હોવાથી તે ઝેરી બને છે. (મુંબઇ, બેંગલુરૂ માં પણ આવા કાંડ થયા છે તે આજે ભૂલી જાઇઍ તે કેમ ચાલે?)

    Hemang

    July 10, 2009 at 1:02 AM

  15. અપડેટ: વધુને વધુ લોકો મરી રહ્યા છે! કોંગ્રેસ ૨૦૦નો જ્યારે ઓફિસિઅલ આંકડો ૧૨૫નો છે..

    Kartik Mistry

    July 10, 2009 at 1:07 PM

  16. દસલાખનું કન્ફર્મ થઈ ગયુ હોય તો ..અમને ભી આલજો ને ભાઈ, પરિવાર સુખી થશે અને તમને દુવા દેશે…

    બડે (12)દિનો કે બાદ મીલી હૈ યે દારૂ.. ઓ મેરે ભૈયા ..

    rajniagravat

    July 10, 2009 at 7:35 PM

  17. દિ.ભા. – કળશમાં આજે નગીનદાસ સંઘવીની “તડ અને ફડ” કોલમ વાંચી?

    Rajni Agravat

    July 15, 2009 at 12:42 PM

  18. હા, વાંચીને.. એકદમ બરાબર લખ્યું છે..

    Kartik Mistry

    July 15, 2009 at 6:50 PM

  19. Hi,
    After read this article and all comments,

    I just want to say that “Before any thing to say,we have to think about affected families at least once.Lots of family members are now alone to face their daily routines problems without elder”

    “Have to try that they will aware from this type of POISONS,so they protect themselves from it.”

    Pray to GOD for all affected family members.

    Paavan
    Navrangpura,Ahmedabad

    paavanj

    July 23, 2009 at 10:38 AM

  20. ઝેર પીધા જાણી જાણી…

    vivek doshi

    July 24, 2009 at 11:14 AM


Leave a Reply