Archive for July 26th, 2009
૧ વર્ષ…
* શેનું ૧ વર્ષ? ૧ વર્ષ થયું ૨૬ જુલાઇને. અમુક જણાં તેને યાદ નહીં કરે, કારણ કે તેમાં યાદ કરીને હરખાવા જેવું નથી. અમુક જણાં યાદ કરશે કારણ કે તેમને પોતાનાં સ્વજનો, મિત્રો ગુમાવ્યા. અમારા જેવાં લોકો યાદ કરશે કારણકે અમને ઓફિશીઅલી અમદાવાદ આવ્યે ૧ વર્ષ પુરું થયું. તો, કેવો રહ્યો અમદાવાદી અનુભવ?
૧. કોકીને બહુ મજા ન આવી. આવીને પહેલાં ઓફિસનાં ગેસ્ટ હાઉસમાં રહ્યા, પણ થોડાક દિવસમાં જ કંટાળી ગયા. કંઇક વિચિત્ર ફીલીંગ થતી હતી. કંઇક આડાં-અવળું છે તેવું લાગતું હતું. ઉપરથી મને ઘર શોધવાની રામાયણ. અને ઘર કેવી રીતે મળ્યું તે વાંચવા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૮નાં પોસ્ટ વાંચશો એટલે ખબર પડશે.
૨. બીજું ઘર એકંદરે સારું રહ્યું. નવરાત્રિમાં ઘોંઘાટી રાત્રિઓથી કંટાળ્યા પણ પછી આદત પડી ગઇ.
૩. કવિનને મજા આવી
રીક્ષા એટલે પપ્પાનું વાહન એમ જ થઇ ગયું તેને..
૪. મને તો એકંદરે સારું લાગ્યું. સતત અનિશ્ચિતતાનાં વાતાવરણમાં હું ડેબિયન ડેવલોપર બન્યો. સારું એવું કેડીઇનું કામ થયું અને અનેક નવાં મિત્રો મળ્યાં અને છેવટે પરિવર્તન પણ!!
તો, થેન્ક્સ અમદાવાદ. થેન્ક્સ અમદાવાદનાં લોકો. થેન્ક્સ ગ્વાલિયાની પાણીપુરી જેણે અમદાવાદની ઇજ્જત બચાવી

