મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for July 29th, 2009

લાગણી દુભાઈ છે

with 8 comments

* ઊંમર આશરે ૨૦ વર્ષ, રંગે કાળી, નામ અરિહંત. અરિહંત તમો જ્યાં પણ હોવ, ત્યાં જ રહેજો. ઘરનાં કોઇ ચિંતા કરતા નથી, પણ બધાની લાગણી બહુ જ દુભાઈ છે.

ઉપરોક્ત સબમરિનનું નામ અરિહંત પાડવાથી સમગ્ર સમાજની લાગણી દુભાઇ છે. દુશ્મનો ભલે હુમલો કરે, આપણે અહિંસક બની બેસી રહીશું. અરિહંત એટલે કે દુશ્મનોનો નાશ કરનાર પણ, અમારી લાગણી દુભાઈ છે. તમે ગમે તે કરો પણ અમારી લાગણી દુભાઈ છે. અરે, દુશ્મનો ભલે ભૂતકાળમાં અમારા ધર્મસ્થાનો તોડેલા, પણ અમારી લાગણી દુભાઈ છે.

તા.ક. આ પોસ્ટ વાંચી તમારી લાગણીઓને કાબુમાં રાખજો અને તેને દુભાવા ન દેતા ;)