મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

મરી-મસાલા

with 18 comments

થોડાંક સમાચારો, મરી-મસાલા વાળી ચા સાથે…

* એ.સી.ની ઠંડકમાં આ પોસ્ટ લખાઇ રહી છે અને કમનસીબે મારી જગ્યા પર સૌથી વધુ ઠંડી લાગે છે.

* વર્ડપ્રેસનું ગુજરાતી દિવસે-દિવસે રંગ (અને બેઢંગીપણું) પકડતું જાય છે, જો આવું જ ચાલશે તો હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં બ્લોગ ફેરવી દઇશ (Settings–>General–>Language).

* નવી ઓફિસમાં લગભગ ‘સેટ’ થઇ ગયો છું.

* લેપટોપ (મારું બચુકડું મેક) નવરું પડ્યું છે. કારણ કે, ઓફિસમાં સરસ ડેસ્કટોપ મળ્યું છે..

* પ્રોજેક્ટ મેનેજરમાંથી પ્રોગ્રામર બનવું અઘરું છે, પણ અશક્ય તો નથી જ!

* આવતું અઠવાડિયું બહુ જ સામાજીક-સામાજીક જવાનું છે..

18 Responses

Subscribe to comments with RSS.

  1. ઓફીસ માં તો વિન્ડોઝ હશે ને!!!
    જલ્સા કરો વિન્ડોઝ માં
    મેનેજર ને આખી ટીમ ને મેનેજ કરવાની હોય, જ્યારે પ્રોગામર ને તો ખાલી પોતાને જ મેનેજ કરવાનું હોય. બાકી ઈ છે, પ્રોગ્રામર બન્યા એટલે કામ કરવું પડશે ;)
    આ લખુ છુ ત્યારે લાઈટ ચાલી ગઈ, દીલ્લી માં લાઈટ નો બૌ ત્રાસ છે. ભલુ થાય લેપટોપ ની LED નું ખરેખર ભલુ થાય થીંકપેડ ના ડીઝાઈનર નું.

    Manish Bhatt

    July 31, 2009 at 8:12 PM

  2. ઓ ઓ ઓ ભાઇ, લિનક્સ જ છે. આખી ટીમ લિનક્સમાં જ કામ કરે છે. અમને બધાને પોત-પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વાપરવાની છૂટ છે.. એટલે અમુક જણાં ઉબુન્ટુ અને હું ડેબિયન વાપરું છું…

    લાઇટનો કોઇ ત્રાસ નથી અને યુપીએસ પણ છે!!

    Kartik Mistry

    July 31, 2009 at 8:54 PM

  3. ઈ સારું! મને તો વિન્ડોઝ વાપરવી પડે છે, ક્યારેક તો મારા થીંક્પેડ ઉપર પણ, નેટ કરવા બધુમ કરવુ પડે, આ નોકીઆ નો પીસી સુટ જેવું કાંઈ લિનક્સ માં નથી મળ્યું. અને સીમેન્સ ના ઈજનેરી સોફ્ટ્વેર બધા વિન્ડોઝ મા છે એટ્લે કાંઇ ઉપાય નથી.
    કેમ PCLINUXOS, ફેડોરા, DSL, મેન્ડ્રાઈવા, suse (મારી ફેવરીટ) નો શું વાંક?

    હા, ગુજરાત ની ઈ ખાસીયત તો છે જ!
    વિજળી ની કોઈ તકલીફ નથી ત્યાં. ઘરે UPS?? ગુજરાત મા જનરલી નથી હોતું. ભારત ના પાટનગર માં રોજ ૩-૪ કલાક વીજળી કાપ હોય જ છે!!!

    આજે Minime ડાઉનલોડ કરું છું જોઈએ કેવી છે. જો કે ઓફીસ ના પીસી માં ક્યારેક લાઈવ લિનક્સ ચાલુ કરી જ લઊં ;)

    Manish Bhatt

    July 31, 2009 at 10:18 PM

  4. યુપીએસ ઓફિસમાં છે – એનું કારણ કોઇક વખત લાઇટ જાય તો અચાનક પીસી બંધ ના થઇ જાય.. ઘરે યુપીએસ નથી અને લેપટોપ તો છે જ..

    આ બધાં લિનક્સ મસાલા વાપરો છો તેનાં કરતા એક જ લિનક્સ વાપરો. માસ્ટરી આવશે અને મજા પણ આવશે. ડેબિયન પ્રયત્ન કરી જુઓ.. હા, ડ્યુલ બૂટ કરશો તો વધુ મજા આવશે – તમારા ફેવરિટ સોફ્ટવેર વિન્ડોઝમાં રહેશે અને તમને લિનક્સ પણ મળશે.

    Kartik Mistry

    July 31, 2009 at 11:03 PM

  5. ઓફીસ માં તો મારે ત્યા પણ UPS છે, UPS, જનરેટર ને બેટરી ત્રણ ત્રણ બેકઅપ છે!!!
    SIEMENS વિધ્યુત ઈજનેરી કંપની છે એટલે ઈ તો કે’વાનુ હોય જ નહી! હુ ઘરની વાત કરતો તો. ઓફીસ માં બ્લોગ? તોબા તોબા…

    હા યાર આજ સુધી ડેબિયન નથી વાપરી, આ વખતે ટ્રાય કરીશ.

    દોસ્ત ઈ મારા ફેવરીટ સોફ્ટ્વેર નથી પણ ઈજનેરી સોફ્ટ્વેર છે. SIEMENS એની સિસ્ટમ પ્રોગ્રામ કરવા બનાવે છે, એની પોતાની પ્રોગ્રામીંગ લેંગ્વેજો પણ છે. હા બાકી નાની સીસ્ટમ મા પર્ફોમન્સ ની જરુર હોય, તો લિનક્સ વપરાય.
    અને ડેસ્ક્ટોપ પર તો વિન્ડોઝ રહેશે! હા પર્સનલ લપટોપ ઉપર લિનક્સ જ રાખવાની કોશીશ કરું છુ. કોઈ ડ્યુલ બુટ નહી. સ્ટેન્ડઅલોન, સીંગલ બુટ.

    મને પણ રોજ ઓએસ ચેંજ કરવાની મજા નથી આવતી પણ શું કરુ બધી સારી લાગે છે!!!!

    Manish Bhatt

    July 31, 2009 at 11:31 PM

  6. એમ તો મને પણ ઘણી બધી છોકરીઓ સારી લાગે છે, પણ એમ કંઇ વાઇફને ચેન્જ કરાય? ના કરાય!!

    મને એમ થાય છે કે કાલે ઉઠીને વિન્ડોઝ બંધ થાય તો બિચારી આવી વિન્ડોઝ માટે જ સોફ્ટવેર બનાવતી કંપનીઓનું શું થાય??

    Kartik Mistry

    July 31, 2009 at 11:37 PM

  7. વાઈફ ને OS વચ્ચે ઘણો ફરક હોય છે, નહી?
    એના કરતા ઇ ક્યો કે દુનીયા ની ૯૦% કંપનીઓ જે અમારી ટેકનોલોજી વાપરે એનુ શું થાય? અમે તો કદાચ એકાદ મહિના મા બધા સોફ્ટ્વેર લિનક્સ કે યુનિક્સ બેઝ્ડ કરી લઈએ. જોકે હાલત ખરાબ થઈ જાય!!!
    ઈ લોકો ની ડિમાન્ડ ના કારણે જ બધુ વિન્ડોઝ બેઝ છે.
    જો કે મારી કંપની વિન્ડોઝ કરતા પણ ૧૫૦ વર્ષ જુની છે, પેહલા બધા સોફ્ટવેર યુનિક્સ બેઝડ હોતા હશે કદાચ!!! વિન્ડોઝ ના હોય તો દુનિયા થોડી રોકાઈ જવાની?

    Manish Bhatt

    July 31, 2009 at 11:59 PM

  8. Feel free to send your macbook to me.. I will take good care of it.
    lol

    Kunal

    August 1, 2009 at 4:07 PM

  9. Nice blog. I feel good to see this kind of Gujarati blog.

    Jaydip

    August 1, 2009 at 4:35 PM

  10. અરરે… યાર સેમ તમારા જેવી જ હાલત મારી પણ છે. મારા પ્રોજેક્ટ મેનેજર ને આટલી ઠંડી માં પણ ફૂલ એ.સી. જોઈએ છે અને એની હવા એમના કરતા વધારે મારી તરફ આવે છે.ઠંડી ના લીધે આખું શરીર અક્કડ થઇ જાય છે, એટલે કલાકે-કલાકે લેબ ની બહાર જવું પડે એમાંય પાછી કટ-કટ.

    બાકી આપડી ઓફીસ માં તમારા જેવું જલસા વાળું વાતાવરણ નથી કે ઓફીસ ટાઈમ માં પણ આપણો પર્સનલ બ્લોગ પોસ્ટ કરી શકીએ. તરત જ આઈટી-સીકુરીતી (અરે યાર અહી IT-security પણ બરાબર લખાતું નથી) માંથી કોલ આવી જાય.

    બાકી લીનક્સ ની વાત કરું તો આપણને તો લીનક્સ નથી ફાવતું. એક-બે વખત ટ્રાય કરી જોયો પણ વિન્ડો એક્સપી જેવી મજા ના આવી.

    Mrugesh Modi

    August 1, 2009 at 7:11 PM

    • હું મોટાભાગે શેડ્યુઅલ પોસ્ટ રાખું છું જેથી બધાને એમ લાગે કે ચાલુ ઓફિસે કાર્તિક જલ્સા કરે છે – જો કે કોઇક વાર લંચ કે બ્રેક ટાઇમમાં પણ પોસ્ટ કરી લઉં છું. કોઇક વિષય યાદ આવે તો ડ્રાફ્ટમાં મૂકી દેવાનું પણ પછી ઘરે જઇને પોસ્ટ કરવાનું.

      લિનક્સ યુઝર ફ્રેન્ડલી છે, પણ તે કેવા યુઝરને ફ્રેન્ડ બનાવવા તે જાતે નક્કી કરે છે ;)

      Kartik Mistry

      August 1, 2009 at 7:52 PM

  11. હુ મ્રુગેશભાઈ ના મત થી સહમત નથી, લિનક્સ યુઝ્ર ફ્રેન્ડ્લી જ છે. બોલો ગુજરાતી માં વિન્ડોઝ હજી નથી આવ્યુ. લિનક્સ તો વર્ષો થી છે. માણસો હમેશા પોતાના કમફર્ટ ઝોન માથી બહાર આવવાનુ ટાળે.. …

    Manish Bhatt

    August 1, 2009 at 9:07 PM

  12. સારું બોલો એક સવાલ નો જવાબ આપો, લીનક્સ માં સીધી સી.ડી. રીડ કરી શકાય છે? (કોઈ કમાંડ વગર)
    બીજો સવાલ લીનક્સ ઓપરેટીંગ વાળું પી.સી. સાલું લેન સાથે કનેક્ટ કઈ રીતે કરવાનું?

    Mrugesh Modi

    August 8, 2009 at 8:12 AM

    • ૧. હા, કરી શકાય. સીડી, વીસીડી, ડીવીડી પણ..
      ૨. લેનનો વાયર નાખવાનો, કનેક્ટ થઇ ગયું!!

      અમે વર્ષોથી લિનક્સ લેન પર વાપરીએ છીએ..

      Kartik Mistry

      August 8, 2009 at 9:07 AM

  13. હા મ્રગેશ ભાઇ CD, DVD બધુ રીડ થાય છે ને. ઇ વળી તમને કોણે કીધુ કે CD કમાંડ વગર રીડ ના થાય!
    વાત છે નેટ્વર્કીગ ની તો તમારી જાણ ખાતર, TCP/IP protocol માટે લિનક્સ વિન્ડોઝ કરતા વધારે efficient છે. TCP/IP સૌથી પહેલા લિનક્સ ના કાકા યુનિક્સ ઉપર ઇમ્પલીમેન્ટ કરવામા આવ્યું હતુ. વિન્ડોઝ ને ત્યારે જ્ન્મવા માં બહુ વાર હતી.
    જો તમે wi-fi વાપરતા હશો તો એના માટે router જરૂર વાપરતા હશો, તમને ખબર છે, લિનક્સ router નું કામ પણ કરી શકે છે!!! મતલબ કે જો તમે લિનક્સ ને સર્વર તરીકે વાપરો તો ઈ router નુ કામ કરી શકે છે. વિન્ડોઝ માં આવુ થઈ શકે બોલો???? અને હા આને માટે પણ કોઈ કમાન્ડ ની જરૂર નથી
    બીજુ કાંઇ હોય તો બોલો :D

    Manish Bhatt

    August 9, 2009 at 9:57 AM

  14. લીનક્સ વીશે આટલું જણાવવા માટે ખુબ ખુબ આભાર કાર્તિક ભાઈ અને ખાસ તો માનીશ ભાઈ ને… :
    તમને એક બીજો ત્રાશ આપું છે તેનો યોગ્ય ઉકેલ આપશો.

    મારી પાસે ઘરે વિન્ડોઝ ડેસ્કટોપ છે. અને મને લીનક્સ નો કાઈ જ આઈડિયા નથી. ઓફીસ માં થોડા દિવસ લીનક્સ વાપર્યું પણ વિન્ડોઝ જેવો હાથ ના બેઠો એટલે લીનક્સ ને રામ રામ કહી દીધું. પરંતુ હવે ઘરે લીનક્સ જોડે હાથ મિલાવવા ની ઈચ્છા થઇ છે તો ઘરે લીનક્સ ડેસ્કટોપ કેવું રહેશે..?

    મારા જેવા નવા નિશાળિયાઓ માટે લીનક્સ વાપરવા માં કોઈ પ્રોબ્લેમ (ખાસ કરીને ઈન્ટરનેટ કનેક્શન માં, કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માં, સોન્ગ પ્લેય કરવામાં,etc.)…?

    Mrugesh Modi

    August 10, 2009 at 8:59 AM

  15. સારો આઇડીયા છે, શરુઆત માં ડ્યુલ બુટ પણ કરી શકો, એક વાર હાથ બેસી જાય એટ્લે વિન્ડોઝ કાઢી નાખવાનું!
    ઘણા બધા ઓપ્શન છે.(આ લિનક્સ ની તકલીફ છે, ઘણા બધા ઓપ્શન છે. નવા સવા માણસો મૂંઝાઇ જાય :) )
    લિનક્સ માં કેટ્લીક વસ્તુઓ નું ધ્યાન રાખજો…
    ૧) એમા સાથે mp3 ના codecs છે કે નહી? mp3 ઓપનસોર્સ નથી એટલે બધા લિનક્સ પેકેજ માં નથી હોતું. જોકે તમે ઈન્ટરનેટ પરથી codec મફત માં મેળવી શકો છે. DVD નું પણ એવું જ છે. એટલે કોઈક એવું પસંદ કરજો જેમાં પહેલાથી બધા codec હોય. જેમકે PC Linux OS
    ૨) તમારી system ના બધા હાર્ડવેર ને સપોર્ટ કરે છે ને. ખાસ કરીને મોડેમ. આનો રસ્તો છે કે એક વખત લાઇવ cd નાખી જોઇ લ્યો.

    હુ સલાહ આપીશ કે એકાદી વખત લાઇવ dc ટ્રાય કરો, જોકે ઇ થોડી ધીમી કામ કરશે, પણ મજા આવશે!

    નીચે માંથી કોઇ પણ ટ્રાય કરો (અથવા બીજી કોઇ પણ જે હાથ માં આવે તે)
    http://www.pclinuxos.com/
    http://www.debian.org/
    http://software.opensuse.org/
    http://www.ubuntu.com/

    ઝડપી નેટ કનેક્શન હાથવગું હોય તો આમાથી બે-ત્રણ ઉપર ટ્રાય મારો, પછી હું તમને ૫-૭ MB ના લિનક્સ ની લીંક આપીશ. એમાં બહું મજા પડશે!

    Manish Bhatt

    August 10, 2009 at 11:16 AM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers