મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ફાફડા

with 14 comments

* અફસોસ કે એ ફાફડાનો હું ફોટો ન પાડી શક્યો જે મને અત્યારે વિતાડી રહ્યા છે.. ત્યાં સુધી ઈનો અને સોડા ઝિંદાબાદ! પણ એકલા ફાફડા-જલેબીનો વાંક નથી. સવારે ફાફડા-જલેબી, બપોરે સ્વાતિમાં ઉત્તપમ અને માર્ગારિટા પીઝા, હેવમોરનો આઈસક્રીમ અને બપોરે મગ ભરીને ચા. આમાંથી કોઈ પણ, શકના ઘેરાવામાં આવી શકે છે..

અપડેટ: શકમંદ માર્ગારિટા પીઝાનો ફોટો,

માર્ગારિટા પીઝા - ફડફડાટનો શકમંદ..

14 Responses

Subscribe to comments with RSS.

  1. તો તો ઍ ચા નોજ વાંક….. ફાફ્ડા તો નિર્દોષ હોય.

    Hemang

    September 29, 2009 at 1:08 AM

  2. કાશ કોઈ ફાફડા મને પણ હેરાન કરતા…. :(

    saksharthakkar

    September 29, 2009 at 2:17 AM

  3. Sakshar satya kahe che,kash FaFda mane pan uplabdh hot- dukhi thavani pan ek maza hoy che parantu anand bhogavya pachi….Happy Dashahara to all (late edition)

    Envy

    September 29, 2009 at 5:59 AM

  4. સવારે ફાફડા-જલેબી, બપોરે સ્વાતિમાં ઉત્તપમ અને માર્ગારિટા પીઝા, હેવમોરનો આઈસક્રીમ અને બપોરે મગ ભરીને ચા. આમાંથી કોઈ પણ, શકના ઘેરાવામાં આવી શકે છે…

    અરે ભાઈ, એક જ દિવસમાં આટલું બધું.. ભારે જલસા છે તમારે તો… મારા ખ્યાલથી તમને માર્ગારિટ પીઝાએ હેરાન કર્યા હોવા જોઈએ કેમકે ભારતીય કોઈને જલદી હેરાન કરતા નથી.

    પ્રેમ માથુર

    Prem Mathur

    September 29, 2009 at 10:49 AM

  5. પેટમાં થતો ગડબડાટ (ગડગડાટ ?)નો ઓડિયો લઈને તમારા મિત્રોને લાભ
    (!)આપી શક્યા હોત.એનું શીર્ષક ‘ફાફડાનો ફડફડાટ’ રાખી શકાયું હોત. ને તો કાશ….કોઈને કશીક કાવ્યસર્જનની પ્રેરણા મળી જાત !

    jjkishor

    September 29, 2009 at 11:44 AM

  6. ઓડિયો કેમ? વિડીઓ પણ લેવાનો વિચાર આવ્યો હતો – પણ, પછી મિત્રોનો દશેરા ન બગાડવાની ઈચ્છા થઈ અને આખો વિચાર પડતો મૂક્યો :P

    Kartik Mistry

    September 29, 2009 at 3:41 PM

  7. ઓડિયોમાં માઈકને જ માત્ર સાચવવાનું હોય છે, પેટ પર દબાવી રાખો તો ચાલે…! કોઈના દશેરા બગડે ઈ પૅલાં તો વિડિયો જ તમારો…

    જાવા દ્યોને મારા ભાય, જે થાય તે સારા (ચોખ્ખા) માટે.

    jjkishor

    September 29, 2009 at 4:22 PM

  8. ફાફડાથી પેટ સાફ થયું ને ? પેલી હરડે કકળાટ કરે છે કે આ ક્યો નવો હરીફ મંદીના કાળમાં ભટકાયો ?

    arvindadalja

    September 29, 2009 at 4:59 PM

  9. ફાફડાની શક્યતા ઘણી વધુ છે, દશેરાના દિવસે ઘોડું બરાબર દોડે એ માટે એમાં ઘણું ના નાખવાનું નખાતું હોય છે.

    સાક્ષર, જર્સી સિટીની ઇન્ડિયન સ્ટ્રીટ કે એડીસનની ‘ઇન્ડિયન સ્ટ્રીટ’ પરની મોટા ભાગની ખાણીપીણીની દુકાને ફાફડા મળે છે નવરાત્રી અને દશેરા દરમિયાન ! એટલે ખોટા બહાના ના જોઈએ !

    Alpesh Bhalala

    September 29, 2009 at 6:34 PM

  10. અરે પ્રભુ હું જર્સી સીટીથી ૩૫૦ માઈલ દુર રોચેસ્ટર નામના ગામડા માં રહું છું જ્યાં ફાફડા ઉપલબ્ધ નથી… બાકી ગયા વખતે દશેરા ના ટાઈમે જર્સી સીટી જ હતો તો ત્યાં ઇન્ડિયન સ્ટ્રીટ પર ‘રસોઈ’ માંથી ફાફડા લઇ ને ખાધા જ હતા… જો કે એટલી મજા ન’તી… પણ
    ‘ના ફાફડા કરતા… ખારા ફાફડા સારા’

    saksharthakkar

    September 29, 2009 at 6:38 PM

  11. દશેરાના દિવસે ફાફડાનું ઘોડું દોડે, ને પછી બીજે દિવસે લોટો લઇ તમે દોડો!!

    Yash

    September 29, 2009 at 11:40 PM

  12. પ્રભુ માફ કરી દો.. મને એમ જ હતું કે તમે ન્યૂ જર્સી/ન્યૂ યોર્ક માં બિરાજમાન છો !

    Alpesh Bhalala

    September 30, 2009 at 2:26 AM

  13. કાર્તિક, યાર તમે અમારું દર્દ યાદ અપાવી દીધું..જ્યારે ગયા વરસે અમે અમદાવાદમાં હતા ત્યારે ત્યારે કયા અશુભ ચોઘડીયામાં પીઝા ખાવાનું મન થયું..એક તો પિઝાના આઠસો તો તે પડાવી ગયો..પણ અમારુ બધાનું પેટ પણ બગાડી ગયો અને ડોક્ટરની દવાના તો જુદા…જિન્દગીભર નહી ભૂલેગી વો પીઝા ખાનેકી રાત…

    Dilip Gajjar

    September 30, 2009 at 4:11 PM

  14. ફાફડા અને ફટાકડા ખાલી બોલવામાં જ સામ્યતા નથી ધરાવતાં, ફૂટવામાં પણ ! જેમ હોટલ અને હોસ્ટેલના કોલાહલમાં સામ્યતા છે એમ જ !

    Alpesh Bhalala

    September 30, 2009 at 7:25 PM


Leave a Reply