કેપ્સ લોકની કળની કળા

* મારા મેકબુકનાં કી-બોર્ડમાં કેપ્સલોકની સરસ મજાની કળ આવેલી છે (એટલે કે Key). એમાં સરસ મજાની લીલી લાઈટ પણ આપેલી છે. હું જો કે લિનક્સ કમાન્ડ લાઈનનો માણસ – એટલે આપણને કેપ્સ લોક નક્કામી. પણ, હું જ્યારે પણ કામ કરતો હોઉં ત્યારે કવિન આવીને કેપ્સ લોક દબાવે અને, મારી ત્રણ-ચાર મિનિટ તેને સમજાવવામાં અને પછી કમાન્ડ (કે કંઈ પણ) ફરીથી ટાઈપ કરવામાં નીકળી જાય. આ મુશ્કેલીમાંથી બહાર આવવા છેવટે, ~/.bashrc માં નીચે પ્રમાણેનું સેટિંગ ઉમેર્યું.
if [ "$PS1" ]; then
xmodmap -e “remove lock = Caps_Lock”
fi
અને હવે, કેપ્સ લોકની લાઈટ અને કળ કામ કરતી બંધ થઈ ગઈ.કવિનને એમ કે પેલી લીલી લાઈટ બગડી ગઈ છે એટલે તેણે મને હેરાન કરવાનું છોડી દીધું
હા, મારી bashrc વગેરે ફાઈલો તમે અહીં મેળવી શકશો.



Lol, Kavin actually wanted to lock UR caps lock….hahaha, nice and intelligent kid-knows how to make DAD more active! Joke apart but U have much to guide people if they need such info to use in future.
I used to read lot of such stuff before 5 yrs. but lost link since last 2 yrs..thnx
Envy
October 13, 2009 at 7:27 AM
મારે પણ સેમ પ્રોબ્લેમ છે. દીકરો જે મોટાને કરતો જુવે એ પોતે ખાસ કરે છે. મને મોટાભાગે કોમ્પ્યુટર પર બેઠેલો જુએ એટલે કીબોર્ડ દબાવવા માટે રીતસરની જીદ કરે. કમસેકમ ઉભો ઉભોય કેપ્સ લોક કે એન્ટરની કી તો દબાવી જ દે છે.
જેપી
October 13, 2009 at 5:33 PM