મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

લાસ્ટ.fm

with 2 comments

* લાસ્ટ.એફએમ એ સરસ મજાની સાઈટ છે. તેમાં તમે તમારા સંગીત વગાડનાર ઉર્ફે મ્યુઝિક પ્લેયરમાં વાગતા ગીત-સંગીતને લોકો સુધી વહેંચી શકો છો – વહેંચી શકવાનો અર્થ તમે કયા પ્રકારનું સંગીત સાંભળો છો તે બીજાને ખબર પડી શકે છે. આ પરથી લાસ્ટ.એફએમ તમને કદાચ ગમી શકે તેવા ગીત-સંગીતનું સૂચન કરે છે. તમે તેને ફેસબુક વગેરેમાં પણ ઉમેરી શકો છો. ટૂંકમાં, સોશિયલ નેટવર્કિંગનું વધુ એક માધ્યમ. જો કે લાસ્ટ.એફએમ એ ક્લોઝ્ડ સોર્સ સાઈટ છે – તમારો ડેટા તેમનો થઈ શકે છે. આવો ડર ના રાખવો હોય તેમનાં માટે લીબરે.એફએમ પણ છે.

અને હા, સૌથી વધુ મને તેમનો બ્લોગ ગમ્યો. જો તમે ટેકનોલોજીનાં શોખીન જીવ હોવ તો તમને પણ ગમશે.

તો, મારી લાસ્ટ.એફએમ પ્રોફાઈલ :)

2 Responses

Subscribe to comments with RSS.

  1. foryouworld

    November 2, 2009 at 8:53 PM

  2. આવી ફાલતુ કોમેન્ટ. કંઈ પણ લખ્યા વગર બ્લોગનું URL? પહેલી કોમેન્ટ હોવાથી મૂકી છે, ધ્યાન રાખજો :)

    Kartik Mistry

    November 3, 2009 at 6:41 PM


Leave a Reply