મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ખાલી ઘર

with one comment

* બે દિવસથી દાંતના દુખાવા (અને પછી RCT) અને પેટનાં પરાક્રમને કારણે ઓફિસમાં નથી ગયો, પણ આ બાજુ કવિન-કોકી પણ ઘરમાં નથી – એટલે કે પાલનપુર ગયા છે. ખાલી ઘર કોને કહેવાય તે અત્યારે ફરી સમજાય છે. અરે, રવિવારે કવિન મારી મમ્મી જોડે બહાર ગયેલો ત્યારે પણ હું-કોકી કંટાળી ગયેલા, છેવટે શોપિંગ કરવા માટે નીકળી પડ્યા! અને, અત્યારે કવિન જોડે (આ લખતાં-લખતાં) વાત થઈ તો તેણ કહ્યુ, “પપ્પા, અમે આવીએ જ છીએ!”

One Response

Subscribe to comments with RSS.

  1. એ ખાલી ઘરમાં તમે ખોવાય જ જતા નહિતર કોકીભાભીને અને કવિનને શોધવાની તકલીફ પડશે.
    બેચલર લાઈફ માંડ માંડ મળી છે તો જલસા કરો કર્તિકરાય…


Leave a Reply