કંઈ ન લખવા બદલ..
* આજ-કાલ બ્લોગ પર કંઈ લખી શકાતું નથી. કારણ?
૧. દાંત મેં સડન. કારણ? RCT એટલે કે રુટ કેનાલ ટ્રિટમેન્ટ. તેમ છતાં, બે દિવસથી ભયંકર દુખાવો થઈ રહ્યો છે. પેઈનકિલર અત્યારે મારો પરમ મિત્ર બની સાથ આપે છે..
૨. કવિનની સ્કૂલ. એક બેગ અને એક વોટર-બોટલની વાટ લાગ્યા પછી અમને સમજાયું કે મા-બાપ બિચારા કેમ કહેવાય છે..
૩. ટ્વીટર-આઈડેન્ટિકા-ફેસબુકનું ડેડલી કોમ્બિનેશન. છતાં, બ્લોગ એટલે બ્લોગ.
બીજાં સમાચારો,
૧. આ શનિવારે બરોડામાં ઓપનસુઝે-ઉબુન્ટુની રીલીઝ પાર્ટી છે. જેને આ વિશે ખબર છે એટલે આ બન્ને શું બલા છે – તેઓ માટે આ પાનાં પર નોંધણી કરવા માટે અંતરપૂર્વક આવકાર. હું ત્યાં એકાદ-બે પ્રેઝન્ટેશન આપવાનો છું.
૨. ફોસ.ઈન/૨૦૦૯માં મારી (એટલે કે વર્કઆઉટ-અને-બોફ (BOF)) પસંદગી થઈ ગયેલ છે. ટીકીટના મોટા પ્રશ્નનું પણ નિરાકરણ આવી ગયું છે – એટલે મજા આવશે.


never knew you type with teeth:-)
urvish
November 10, 2009 at 5:34 PM
સ્વદંતદુખાવો પરદંત ન જાણી શકે..
Kartik Mistry
November 10, 2009 at 5:43 PM
યેસ્સ એટલે તો બિચારા મનમાં કહેતા હોય છે કે મુજ વિતી તુજ વિતશે, ધીરી બાપુડિયા.. હા હા હા
rajniagravat
November 10, 2009 at 5:45 PM
Kartik Mistri,
તમે છે ને ખરેખર તમારા એક માત્ર મહામૂલા “કોલગેટ સ્માઇલ” ને “ખોલગેટ” સ્માઇલ માં ફેરવી નાંખતા નહિ ! !
Nikita
November 12, 2009 at 3:53 PM
Nikitaji, oho aap. ચોક્કસ, નકલી તો નકલી – પણ દાંત જાળવી રાખીશ..
Kartik Mistry
November 12, 2009 at 4:08 PM