ખોવાયો અને મળ્યો…
* ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી વાળી પોસ્ટમાં લખ્યું તેમ હું અશોક પાસેથી મેકબુકનો MiniDVI->VGA કેબલ લઈ આવ્યો. આ કેબલ તમારા મેકબુકને પ્રોજેક્ટર સાથે જોડવા માટે જરુરી છે. મેકબુક VGA પોર્ટની જગ્યાએ વિચિત્ર એવા MiniDVI પોર્ટ સાથે આવે છે અને 99% પ્રોજેક્ટર આ પોર્ટને આધાર આપતા નથી. અને, પાછો આ કેબલ આવે ૧૧૦૦ કે ૧૨૦૦ રુપિયાનો. લેપટોપ જોડે ફ્રી ન આવે! ગમે તે કારણસર મેં હજી સુધી તે ખરીદવાનું ટાળ્યું. એટલે, દર વખતે મારે લેવા જવું પડે. જુઓ નીચે તે કેબલનો ફોટો..

વડોદરામાં પ્રેઝન્ટેશન આપ્યા પછી, મેં કેબલ કાઢીને ક્યાંક મુક્યો. ઘરે આવીને બીજા દિવસે જોયું તો કેબલ ન મળ્યો. મારો તો જીવ અધ્ધર થઈ ગયો. બીજાની ઉછીની લીધેલ વસ્તુ આપણે ખોવાડી દઈએ ત્યારે જે લાગણી થાય એવી આખો દિવસ રહી (અમુક લોકોને આનંદ થાય, પણ એ વાત જુદી છે
). મહિનાનું બજેટ જોયું અને ક્યારે એ કેબલ ખરીદી શકાય એવી ગણતરી પણ કરી દીધેલી. નક્કી કર્યું કે ક્યાંય પણ બહાર પ્રેઝન્ટેશન માટે જઈએ ત્યારે ધ્યાન રાખીને ચેક-લિસ્ટ બનાવી બધી વસ્તુઓ પાછી બેગમાં મૂકવી. આ બાજુ, જીગીશભાઈ અને પ્રતિકને પણ મેં ઊંચા-નીચા કરી મૂક્યા. એકાદ વખત ફોન લગાવ્યો, ઈમેલ કર્યો, ગુગલ વેવ પર પિંગ કર્યું, જીગીશભાઈ તો ત્યાં લેબમાં જઈને પણ જોઈ આવ્યા.
રાત્રે ઘરે આવ્યો, અને કેબલ મારા ૬ પોકેટ જીન્સનાં એક નાનકડાં ખિસ્સામાંથી મળ્યો..



Moral – જીન્સ પહેરીને પ્રેઝેન્ટેશન આપવા ન જવું !
.
.
.
(આઇ મીન ૬ પોકેટ જીન્સ)
Rajni Agravat
November 17, 2009 at 10:40 AM
એટલે જ કોર્પોરેટ જગતમાં ફોર્મલ કપડાંનું ચલણ છે..
Kartik Mistry
November 17, 2009 at 1:38 PM
@Rajnibhai and Kartik too…lol, Dhotiyu kem rahe…!!! Tamari team am pan open source vadi j che ne…joke apart…I will try to locate the cable here and if I get will gift u next time i come.
Narendra Mistry
November 17, 2009 at 3:08 PM
નરેન્દ્રભાઈ, આ કેબલ તમને એપલ સ્ટોરમાં મળી જશે – ગિફ્ટનું સરનામું બતાવી દીધું
(બીજું કંઈ પણ લેવાની તમને પરવાનગી છે – મારું વિશલિસ્ટ જોઈ લેજો
)
Kartik Mistry
November 17, 2009 at 3:49 PM