ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ
* ફરી પાછું ગુગલ લઈને આવ્યું છે, ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ. વધુ વિગત માટે વાંચો આ સમાચાર પાનું. અને નીચેનો વીડિઓ સરસ મજાનો છે. તેમ છતાં, અમુક વાતો હજી ખટકે છે – દા.ત. ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતાં ૪૫ સેકન્ડ લગાવે છે, એન્ટિ વાયરસ વગેરે. લાગે છે કે ગુગલનું લક્ષ્ય સીધું જ માઈક્રોસોફ્ટ છે. જે હોય તે, પણ, આ પોસ્ટને માઈક્રોસોફ્ટ સક્સની કેટેગરીમાં મૂકેલ નથી એટલે કોઈએ વાંધો ઉઠાવવો નહીં!!



Kartik, I like the idea..it is nice concept just like virtual hard disk is!
Narendra Mistry
November 20, 2009 at 9:31 PM
Nice info. Thanks.
Chirag
November 21, 2009 at 3:41 AM
Navneet Dangar
November 21, 2009 at 11:57 AM
read the news. saw the video here. sounds good but not exactly for the kind of net connections we have.
‘Stateless’ can be a good concept- be in politics or technology, not without so many ‘if’s & ‘but’s attached to it.
Also, Back up system of the so called stateless things is not clear from the video. It seems exciting for music-video-game buffs initially.
what’s your expert comments?
urvish
November 21, 2009 at 2:32 PM
આપણે ત્યાં જેવી ઈન્ટરનેટ ની સ્પીડ હોય છે ઈ પ્રમાણે ઓપરેટીગ સીસ્ટમ બહુ વાર લગાડે..
જો ખાલી ગુગલ ડોક્યુમેન્ટ માં ફાઈલ ખોલતા જ ૨-૩ મિનીટ લાગણી હોય તો મારા જેવા લોકો જે સોંગ્સ વગાડતા હોય ને સાથે ૨-૩ MB ની સ્પ્રેડશીટ સાથે કામ કરતા કેટલી રાહ જોવી પડે?
પણ નવી વહુ નવ દહાડા ની જેમ શરૂઆત માં તો ચાલશે, પછી ગુગલે બહુ મહેનત કરાવી પડશે…
મનીષ
November 22, 2009 at 7:56 PM
નો વાંધો
Navneet Dangar
November 23, 2009 at 7:42 PM
એક્સપર્ટ કોમેન્ટ:
૧. ઈન્ટરનેટનો વાંધો – બહુ મોટો વાંધો.
૨. ક્રોમ હજી બહુ મેચ્યોર, પરિપક્વ નથી. દા.ત. મારો બ્લોગ તેમાં બહુ વિચિત્ર દેખાય છે. દરેક પોસ્ટનું શીર્ષક ચોરસ ચોકડાં આવે છે..
૩. સોફ્ટવેર ડેવલોપર્સનું શું થશે – એ વિચારે મન ચકડોળે ચડે છે..
૪. ગુગલ તમારો બધો જ ડેટા સાચવે એ ક્લાઉડ કોમ્પ્યુટિંગ કનસેપ્ટ હજી ગળે ઉતરતો નથી.
મેં બે દિવસ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ વાપરવાનો પ્રયત્ન કર્યો (Virtualbox માં), ખરેખર મજા ના જ આવી. એકાદ વર્ષ પછી જોઈશું, શું સ્થિતિ છે..
Kartik Mistry
November 23, 2009 at 7:55 PM
In a way, we do partial cloud computing everyday with all the social nets nowadays. And, we do that to share our IDEAs!!! The future is moving towards 100% cloud computing (very similar philosophy to open source). Every change in life is bound to friction in our mind.
Chirag
November 23, 2009 at 9:40 PM
કાર્તિકભાઈ,
મને આ બધી માયાજાળમાં કંઇ ખબર નથી પડતી પરંતુ ગયા બુધવારે સંદેશમાં લલિત ખંભાયતાના આર્ટીકલમાં આવા આંકડા હતા એ શું દર્શાવે છે? કેમ કે મારા ટચમાં તમે, કુણાલ, મનીષ, ક્ષિતિજ વગેરે ઘણા મિત્રો છે જે બધા લિનક્સ લવર છે અને આમાંથી કોઇપણ વ્યક્તિ નાસમજ નથી તો એનો મતલબ કે સાલ્લુ આટલા બધા લોકો હજુ બેવકુફ છે કે પછી લિનક્સ યુઝર ફ્રેન્ડલી નથી? (મનીષની હેલ્પથી ટૂંક સમયમાં હું લિનક્સને લવ કરવાનો લ્હાવો લેવાનો છું જે જાણ માટે)
[ઑપરેટીંગ સીસ્ટમમાં કોણ ક્યાં એ વિષે સંદેશના આંકડા ]
વિન્ડોઝ 92.52%
મેક 5.12%
લિનક્સ 1.00%
જાવા એમઈ 0.46%
Rajni Agravat
December 11, 2009 at 7:11 PM
જો કે આનો ટોટલ 99.10% થાય છે એ પાછી અલગ વાત થઈ
Rajni Agravat
December 11, 2009 at 7:13 PM
લિનક્સ ૧૦૦% યુઝર ફ્રેન્ડલી છે. પણ, તકલીફ એ છે કે લોકો વિન્ડોઝથી (વાંચજો: પાયરેટેડ વિન્ડોઝથી) એટલા ટેવાઈ ગયા છે કે તેમને લિનક્સ યુઝર ફ્રેન્ડલી નથી લાગતું. બાકી, માઈક્રોસોફ્ટને તો તમે જાણો જ છો..
Kartik Mistry
December 11, 2009 at 7:15 PM
એનો મતલબ એ કે આ આંકડા ખોટા જ છે
આ આંકડા મોટાભાગે કોમર્શિઅલ યુઝરને લઈ ગણવામાં આવ્યા હશે. બાકી યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ લિનક્સ અને મેક વાપરે છે..
Kartik Mistry
December 11, 2009 at 7:17 PM
આપણે ત્યાં કોમ્પ્યુટર શીખવાની શરૂઆત જ લોકો વિન્ડોઝ થી કરે છે …એટલે લીનક્સ વાપરવામાં શરુ માં બધા ને તકલીફ પડે છે ..બાકી લીનક્સ વાપરવા માં સરસ જ છે …
Manit Aslot
December 12, 2009 at 8:33 PM