ટામેટું રે ટામેટું
* હું અને કવિન મસ્તી કરતા હતાં, ત્યારે નીચેનું ગીત ગાતા-ગાતા દોડતા હતા..
ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
અસ મસ ને ઢસ.
ત્યાં કોકીએ બૂમ પાડીને કહ્યું, ખબર છે, ટામેટાં આજે ૬૦ રુપિએ કિલો હતા! તો પછી ગીત નીચે પ્રમાણે ગાવા લાગ્યા..
ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
૬૦ રુપિએ કિલો આવતુતું,
અસ મસ ને ઢસ!!!



કુણાલ
November 26, 2009 at 9:53 AM
60 રૂપિયા થઈ ગયા? 2-4 દિવસ પહેલા જ મને જયશ્રીએ કહ્યુ કે આજે શાક વાળો કહેતો હતો કે 50 રૂપિયા થઈ જશે! તો તો ગૃહીણીઓ માટે Tomato with Fear કહેવાય !
Rajni Agravat
November 26, 2009 at 11:06 AM
ટામેટાંના ભાવ જે રીતે વધે છે તે જોતા લોકોએ શેર કે સોનાની બદલે ટામેટાંમાં રોકાણ કરવું જોઈએ!
Yash
November 26, 2009 at 12:30 PM
bapu bhau jordar che
Archit Shah
ARchit Shah
November 27, 2009 at 3:47 PM