અવતાર
* આમ તો અવતાર મુવી રીલીઝ થઈ પછીની બધી હો-હા શાંત થઈ ગયા પછી હું તેનો રીવ્યુ લખું તે કંઈ સારું ન કહેવાય છતાં, ઘણા લોકોને વિઝ્યુલ ઈફેક્ટ ગમી પણ તેની વાર્તા ના ગમી. મારા કિસ્સામાં ઉલ્ટું થયું હોય એમ લાગે છે. ૩૧મીની રાત્રે આરામથી મુવી જોયું, કારણ કે હું એકલો જોવા ગયો હતો
પહેલાં તો અવતાર એટલે શું? આ સાયન્સ ફિક્શનમાં અવતાર ક્યાંથી ધૂસી ગયો? જેક સુલી જે રીતે નાવી જાતિનાં શરીરમાં મગજ વડે સંપર્ક કરીને શરીરમાં આત્મા જેમ વર્તે તે રીતે જોઈને આપણને યાદ આવે કે હાં, આ અવતાર છે. અને છેલ્લા દ્રશ્યથી આ આખી મુવીનો કન્સપ્ટ સરસ રીતે સમજાય છે. કુદરતને ભગવાન માનવાનું અને જંગલ જોડે નાવી જાતિનું જોડાણની વાત મને બહુ ગમી અને તેમાં ખરેખર કંઈ છે એવુ તો હું પણ માનું છું.
વિઝ્યુલ ઈફેક્ટ ૩-ડીને કારણે સારી લાગી પણ, મારા ૩-ડી ચશ્મા + નંબર વાળા ચશ્મા + મારી છેલ્લાં બે વર્ષથી ચશ્માનાં નંબર ચેક ન કરાવવાની આળસ નડી. તો, આ વર્ષમાં મારી આંખોને નવાં ચશ્મા મળે તેવો વધુ એક સંકલ્પ ઉમેરવો પડશે!






મને પણ આ ફિલ્મ જોવી ખૂબ ગમી, ક્યાંક કુદરત સાથે ના’વી જાતિએ સાધેલુ તાદામ્ય અને તેમનું હોમ ટ્રી….. લગભગ બધુંજ….
આપણે સ્પેશીયલ ઈફેક્ટનો ઉપયોગ કરીને બ્લ્યૂ બનાવીએ છીએ, હોલિવુડ આખી બ્લ્યૂ પ્રજાતિ બનાવી શકે છે…. ભવ્ય કલ્પનાઓ અને તેનાથી સુંદર સ્પેશીયલ ઈફેક્ટસ…
ટૂઁકમાં કેમેરૂન તેની કમાલ ચોક્કસ દેખાડી જાય છે….
Jignesh Adhyaru
January 2, 2010 at 10:12 AM
ભાઈ કાર્તિક, તું તો ખરો છે…એકલો એકલો પિક્ચર જોઈ આવે છે અને કોઈ ને ખાલી ફોર્માલીટી ખાતર પણ જોડે આવવા નું કહેતો નથી……આ છે અજીબ કાર્તિક ની ગજબ કહાની!!!!!
આથી જ તો મન થાય છે કે તારા નવા વરસ ના રીશોલ્યુંશનમાં હું કૈંક ઉમેરું….જેવું કે..” નવા વરસ માં હું ક્યારેય એકલો…મિત્રોને …એ પણ રાજેશ ને લીધા વગર કોઈ પિક્ચર કે restourant માં નહિ જાઉં ”
ભગવાન તારું સારું કરશે….જો તું આવું કૈંક કરીશ તો….
Raj Mistry
January 2, 2010 at 5:20 PM