રીડગુજરાતી.કોમ પુસ્તિકા..
* આમ તો મૃગેશભાઈનો આ વિચાર આપણને ગમ્યો કે રીડગુજરાતી.કોમનાં સારા-સભ્ય-સુંદર લેખો (આઈ મીન, રીડગુજરાતીમાં સભ્ય લેખો જ આવે છે..) પસંદ કરીને એક નાનકડી પુસ્તિકા બનાવવી અને વ્યવસાયિક ધોરણે પ્રકાશિત કરવી. આનાથી,
૧. લોકોને વાંચતા ફાવે.
૨. અને રીડગુજરાતી.કોમ ચાલતી રહે.
હવે, જો રીડગુજરાતી.કોમ વિશે જેને ખબર જ છે તેઓ તો સહાય હેતુસર આ પુસ્તિકા ખરીદે, પણ સાથેસાથ તેની પી.ડી.એફ. પણ મળે તો વધુ સારુ રહે. રજનીભાઈ અને તેમની ઓરકુટ પાર્ટીએ ઈ-મેગેઝિન બહાર પાડેલું તે સરસ કામ હતું (એમાં કોઈ વેપારી હેતુ નહોતો..) અને પી.ડી.એફ. જ ગુજરાતી પુસ્તકોનું ભવિષ્ય છે. તમે આજે માનો કે ના માનો પણ કિન્ડલ જેવા ઈ-બુક રીડર વડે આ વાતનો પુરાવો હવે મળી જ રહે છે..






ઇ-મેગેઝિનને યાદ રાખવા બદલ ટીમ વતી આભાર… પણ આ વખતે (જો આવા ધંધા કરીયે તો)તમને પણ એમા લપેટવાનો વિચાર છે… તો (મદદ રૂપી)ફંડ-ફાળા માટે તૈયાર રહેજો
Rajni Agravat
January 5, 2010 at 5:43 PM
આપની પીડીએફની સુચના આવકાર્ય છે.
મેં તો એનો ક્યારનો ય અમલ કરી દીધેલ છે.મારો મારી મૌલિક વાર્તાઓનો બ્લોગ છે. વાર્તાઓ લાંબી હોય છે. એટલે ઈન્ટરનેટ પર વધારે સમય રહેવું પડે. દેશમાં તો અડધા કલાકના ૨૫-૩૦ રૂપિયા થાય એવું જાણવા મળેલ છે. એટલે લાંબી વાર્તાઓ વાંચવા માટે ઘણો સમય જોઈએ.
મેં મારી દરેક વાર્તાઓ પીડીએફ ફોર્મેટમાં મારા બ્લોગ પર રજુ કરેલ જ છે. આ ઉપરાંત દરેક પ્રકાશિત વાર્તાનો સંકલિત સંગ્રહ પણ ‘મારી વાર્તાના ખજાના’ રૂપે રજુ કરેલ છે. જેમાં ૧૪ વાર્તાઓનો સમાવેશ કરેલ છે. આ રીતે મારા પુસ્તકનું જ પ્રકાશન થયેલ એમ માનું છું! બરાબરને? વાંચક મિત્રો આનો લાભ પણ લે છે અને એનો આનંદ છે.
ઉપર મારા નામ પર ક્લિક કરતા મારી વાર્તાનો ખજાનો લુંટી શકાશે.
નટવર મહેતા
January 5, 2010 at 7:10 PM
કીન્ડલની માહીતી માટે આભાર. આવતીકાલે આવું કાંઈક આવશે; તેવી કલ્પના હતી- પણ આજે જ આવી ગયું !!
ચાર ચોપડીઓ તો બહાર પાડી – બીજી ત્રણની સામગ્રી તૈયાર છે.
સુરેશ
January 6, 2010 at 2:25 AM
કીન્ડલ જેવા બીજા ચાર-પાંચ ઇ-બુક રીડર આવે છે. તમે યુ.એસ.માં છો એટલે વધુ સારાં વિકલ્પો મળી રહેશે. મને એક ડર છે કે ગુજરાતી પીડીએફ ફાઈલો તેમાં કેવી દેખાય છે એની કોઈ જાણકારી નથી
Kartik Mistry
January 6, 2010 at 8:46 PM