Archive for January 2010
રીડગુજરાતી.કોમ પુસ્તિકા..
* આમ તો મૃગેશભાઈનો આ વિચાર આપણને ગમ્યો કે રીડગુજરાતી.કોમનાં સારા-સભ્ય-સુંદર લેખો (આઈ મીન, રીડગુજરાતીમાં સભ્ય લેખો જ આવે છે..) પસંદ કરીને એક નાનકડી પુસ્તિકા બનાવવી અને વ્યવસાયિક ધોરણે પ્રકાશિત કરવી. આનાથી,
૧. લોકોને વાંચતા ફાવે.
૨. અને રીડગુજરાતી.કોમ ચાલતી રહે.
હવે, જો રીડગુજરાતી.કોમ વિશે જેને ખબર જ છે તેઓ તો સહાય હેતુસર આ પુસ્તિકા ખરીદે, પણ સાથેસાથ તેની પી.ડી.એફ. પણ મળે તો વધુ સારુ રહે. રજનીભાઈ અને તેમની ઓરકુટ પાર્ટીએ ઈ-મેગેઝિન બહાર પાડેલું તે સરસ કામ હતું (એમાં કોઈ વેપારી હેતુ નહોતો..) અને પી.ડી.એફ. જ ગુજરાતી પુસ્તકોનું ભવિષ્ય છે. તમે આજે માનો કે ના માનો પણ કિન્ડલ જેવા ઈ-બુક રીડર વડે આ વાતનો પુરાવો હવે મળી જ રહે છે..
ઘર હવે ઘર
* એટલે કે, કવિન અને કોકી આવી ગયા છે! આ સાત-આઠ દિવસમાં,
૧. ટીવી બંધ હતું.
૨. બધા રમકડાં ઠેકાણે પડ્યા રહેતા હતાં.
૩. આજુ-બાજુ વાળાઓને શાંતિ હતી.
૪. હું દરરોજ નવી-નવી રેસ્ટોરાંમાં જમવા જતો હતો.
અને છતાં, કંઈ મજા આવતી નહોતી
અવતાર
* આમ તો અવતાર મુવી રીલીઝ થઈ પછીની બધી હો-હા શાંત થઈ ગયા પછી હું તેનો રીવ્યુ લખું તે કંઈ સારું ન કહેવાય છતાં, ઘણા લોકોને વિઝ્યુલ ઈફેક્ટ ગમી પણ તેની વાર્તા ના ગમી. મારા કિસ્સામાં ઉલ્ટું થયું હોય એમ લાગે છે. ૩૧મીની રાત્રે આરામથી મુવી જોયું, કારણ કે હું એકલો જોવા ગયો હતો
પહેલાં તો અવતાર એટલે શું? આ સાયન્સ ફિક્શનમાં અવતાર ક્યાંથી ધૂસી ગયો? જેક સુલી જે રીતે નાવી જાતિનાં શરીરમાં મગજ વડે સંપર્ક કરીને શરીરમાં આત્મા જેમ વર્તે તે રીતે જોઈને આપણને યાદ આવે કે હાં, આ અવતાર છે. અને છેલ્લા દ્રશ્યથી આ આખી મુવીનો કન્સપ્ટ સરસ રીતે સમજાય છે. કુદરતને ભગવાન માનવાનું અને જંગલ જોડે નાવી જાતિનું જોડાણની વાત મને બહુ ગમી અને તેમાં ખરેખર કંઈ છે એવુ તો હું પણ માનું છું.
વિઝ્યુલ ઈફેક્ટ ૩-ડીને કારણે સારી લાગી પણ, મારા ૩-ડી ચશ્મા + નંબર વાળા ચશ્મા + મારી છેલ્લાં બે વર્ષથી ચશ્માનાં નંબર ચેક ન કરાવવાની આળસ નડી. તો, આ વર્ષમાં મારી આંખોને નવાં ચશ્મા મળે તેવો વધુ એક સંકલ્પ ઉમેરવો પડશે!
દસ વર્ષો પહેલાં..
* દસ વર્ષો પહેલાં એટલે કે #10yearsago શું હતું?
- હું આજનાં કરતાં દસ વર્ષ નાનો હતો.
- કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કરીને બહાર નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. ૨૦૦૦ની સાલમાં મિલેનિયમની ધૂમ મચી હતી.
- કોલેજ પછી શું કરવું તે નક્કી નહોતું.
- રીનીત ૧૨મી પરિક્ષા માટે જબરજસ્ત મહેનત કરી રહ્યો હતો, જ્યારે હું અને કાનન કોલેજમાં ‘અંગ્રેજી મિડિયમ’માં પરીક્ષા આપવા વાળા માત્ર બે જ જણાં હતાં.
- દરરોજ બપોરે કોલેજમાં બેસીને ટાઈમ-પાસ કરતા હતા ![]()
- જીવનનું કોઈ જ લક્ષ્ય નહોતું. ખાલી ખબર હતી કે બીજાઓથી કંઈક અલગ કરીશ..





