મા, કાપલી અને પશ્ચાતાપ…
* ગઈકાલનાં ધોરણ-૧૦નાં ગુજરાતી વિષયની પરીક્ષામાં ‘મા’ પર નિબંધ પૂછાયેલો. હવે, આજ-કાલ પરીક્ષા કેન્દ્રમાં એક પશ્ચાતાપ બોક્સ મુકેલું હોય છે – જે બોક્સમાં તમારે પશ્ચાતાપ કરીને પરીક્ષા પહેલાં કાપલી તેમાં નાખી દેવાની. વિચાર સારો છે. પણ, આશ્ચર્યજનક રીતે તેમાંથી ‘મા’ પરના નિબંધની કાપલી(ઓ) નીકળેલી.+
આ જોઈને આઘાતની લાગણી સિવાય બીજું શું થાય?
+સોર્સ: દિવ્ય ભાસ્કર, ૦૫-૦૩-૨૦૧૦.






કાર્તિકભાઇ, ભુલ પેપરસેટરોની છે !!! જુના કોર્ષનાં પ્રશ્નો બાળકોને પુછવાજ ન જોઇએ !! નિબંધ નો વિષય ’મમ્મી’ હોવો જોઇએ.
નિબંધનો વિષય એક ’લોકગીત’ (એ વળી શું?) હતો:’જનની ની જોડ સખી નહીં જડે રે…’ હમંમમમ.. ક્યાંક સાંભળ્યું તો છે … જો કે પુછવું હોય તો રેહમાનનું ’મા તૂજે સલામ…’ પર પુછવું જોઇએ ને !!!!! જો કે આપણે તો ’જો માનવી પોતાનું ભવિષ્ય જાણતો હોત તો…’ પર જ ઢસડી નાખ્યો !!
(પેપર પછી શાળા બહાર સાંભળેલું..)
અશોક મોઢવાડીયા
March 5, 2010 at 3:56 PM
“જે બોક્સમાં તમારે પશ્ચાતાપ કરીને પરીક્ષા પહેલાં કાપલી તેમાં નાખી દેવાની” લાગે છે કે છોકરાઓનો ગેસિંગ પાવર બગડી ગયો છે!
શૈલી
March 5, 2010 at 4:14 PM
આમાં કંઈ ભૂલ થતી લાગે છે. “પશ્ચાત્તાપ” (http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&page=3&sitem=%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA&type=4&dict=2&totpage=4) તો ગુનો કર્યા પછી થાય! એટલે પરિક્ષાખંડમાં ચોરી કર્યા પછી સંતાડેલી કાપલીઓને મોક્ષ આપવા અને શાળાના સફાઈ કામદારોનું કાર્યભારણ ઘટાડવા કરવાના શુભાશયથી એ પેટીઓ મૂકવામાં આવી હશે તેમ લાગે છે!
મનીષ મિસ્ત્રી
March 9, 2010 at 8:58 AM
@મનીષ મિસ્ત્રી, તમારી કોમેન્ટ ‘કોમેન્ટ ઓફ ધ યર’ નો ખિતાબ મેળવે છે..
Kartik Mistry
March 9, 2010 at 3:58 PM
Awesome comment. definetly worth comment of the year
Kunal
March 9, 2010 at 4:52 PM
દુખ થયું એ જાણીને કે આજ ના બાળકો ને માં જેવા નિબંધ લખવા માટે પણ ચોરી કરવી પડે છે.
Paras Shah
March 9, 2010 at 5:55 PM
thanks mates!
મનીષ મિસ્ત્રી
March 10, 2010 at 3:31 AM