પુસ્તકોની સરખામણી: કિંમત વડે!
* ઓનલાઈન પુસ્તકો ખરીદો છો? પણ, ક્યાંથી તમને સસ્તામાં સસ્તું (મહત્વની વાત છે, ખાસ કરીને આપણાં જેવાં બજેટપ્રેમી લોકો માટે
) પુસ્તક મળે તે વિશે જો તમે કન્ફ્યુઝ હોવ તો, આ સાઈટ, isbn.net.in ની મુલાકાત લેવા જેવી છે. તમારે ખાલી જે તે પુસ્તકનો ISBN ક્રમાંક જ મેળવવાનો (તે કોઈ પણ ઓનલાઈન બુક સ્ટોર કે એમેઝોન.કોમ પરથી મળી જાય), સાઈટનાં URLની પાછળ મૂકવાનો, અને એન્ટર કળ દબાવવાની! ભારતની ટોચની ઓનલાઈન બુક શોપની કિંમતો તરત હાજર થઈ જશે અને તમે સરખામણી કરી ઓર્ડર કરી શકશો.
દા.ત. મારા વિશલિસ્ટમાંના એક પુસ્તક, કોડર્સ એટ વર્ક વિશે શોધ કરવી હોય તો તેના ISBN ક્રમાંકથી, http://isbn.net.in/1430219483 પર શોધ કરતાં તેની માહિતી હાજર થઈ જશે.

આ માટે સ્વરૂપનો ખૂબ-ખૂબ આભાર! આ સાઈટનો વિચાર કઈ રીતે આવ્યો અને તેની પાછળની ટેકનોલોજીની માહિતી, તેની સરસ બ્લોગ-પોસ્ટ પણ વાંચવા જેવી છે.


ભ’ઈ વાહ, આટલું સરળતાથી વાંચન બજેટ ગોઠવાઈ શકતું હોય તો તમે તો ઘણાં વાચકોને પુસ્તક ખરીદીને વાંચતા કરી મૂકવાના!
કલ્પેશ ડી. સોની
March 12, 2010 at 13:07
very useful link. and the creator’s blogpost is also equally interesting! thank you for info
brinda
March 12, 2010 at 15:45
એક નવી લિંક પણ મળી, http://www.iglooo.in
Kartik Mistry
March 12, 2010 at 17:09