મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

તમારો કિંમતી અભિપ્રાય..

.. હવે દરેક પોસ્ટ પર.

હવે તમે વર્ડપ્રેસ પર Dashboard–>Ratings નો ઉપયોગ કરી કોમેન્ટ ઉર્ફે ટીપ્પણીની અવેજીમાં વાચકોનો મત જાણી શકો છો. આ એમ તો જૂનાં સમાચાર છે, પણ મેં આ સુવિધા આજે જ સક્રિય કરી. પહેલાં બે – ઝક્કાસ અને ઠેંગો રેટિંગ માટે રાખેલ પણ એમાં મને મોટાભાગે ઠેંગા જ વધારે મળતા :P

તો કઈ રીતે તમારો મૂંગો અભિપ્રાય આપવો? તમને મારા દરેક પોસ્ટની નીચે આ પ્રકારનું પંચતારક સાથેનું લખાણ દેખાશે.

તમારો અભિપ્રાય

તમારું કર્સર અલગ અલગ તારા પર લઈ જતાં રેટિંગ પ્રમાણેનું લખાણ બદલાશે. ક્લિક કરતાં તમારું રેટિંગ નોંધ થઈ જશે.

ઉત્તમ

બહુ જ સરસ

સરસ

ઓકે ઓકે

અને છેલ્લે,
આ શું લખ્યું કાર્તિક..

તો કરો ક્લિકનાં..

નોંધ: તમે Dashboardમાંથી Ratings–> Reports માં જઈ તમારા બ્લોગ અંગના પંચતારક અભિપ્રાયો સરસ રીતે જોઈ શકો છો.

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers