Archive for March 2010
મા, કાપલી અને પશ્ચાતાપ…
* ગઈકાલનાં ધોરણ-૧૦નાં ગુજરાતી વિષયની પરીક્ષામાં ‘મા’ પર નિબંધ પૂછાયેલો. હવે, આજ-કાલ પરીક્ષા કેન્દ્રમાં એક પશ્ચાતાપ બોક્સ મુકેલું હોય છે – જે બોક્સમાં તમારે પશ્ચાતાપ કરીને પરીક્ષા પહેલાં કાપલી તેમાં નાખી દેવાની. વિચાર સારો છે. પણ, આશ્ચર્યજનક રીતે તેમાંથી ‘મા’ પરના નિબંધની કાપલી(ઓ) નીકળેલી.+
આ જોઈને આઘાતની લાગણી સિવાય બીજું શું થાય?
+સોર્સ: દિવ્ય ભાસ્કર, ૦૫-૦૩-૨૦૧૦.
એવોર્ડ પે એવોર્ડ
* તારીખ પે તારીખ પે તારીખની જેમ સરકાર દે ધનાધન એવોર્ડ્સની લ્હાણી કરે છે તે જોતાં અમારી પણ એવી ઈચ્છા છે કે,
૧. ધોરણ ૫ પાસ કરે તેને – પદ્મશ્રી.
૨. ધોરણ ૧૦ પાસ કરે તેને – પદ્મભૂષણ.
૩. ધોરણ ૧૨ પાસ કરે તેને – પદ્મવિભૂષણ.
અને
૪. કોલેજ પાસ કરે તે દરેક રત્નોને, ભારત રત્ન આપવામાં આવે.
ગિલ્લી-દંડા, લખોટી કે છાપો જેવી રમતોનાં ચેમ્પિયન્સને અર્જૂન એવોર્ડ અને તેમનાં સિનિયર્સ ચેમ્પિયનોને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે.
તમારી કોઈ આવી ઈચ્છાઓ હોય તો જણાવજો.
હોટ પી.જે.
* આમ તો હું પી.જે. કે જોક્સ અહી બહુ લખતો નથી, પણ આ પી.જે. એકદમ હોટ હોવાથી…
કોકી: તને ખબર છે અમદાવાદની છોકરીઓ એકદમ હોટ કેમ હોય છે?
હું: ના.
કોકી: અરે યાર, ગરમી જ એટલી પડે છે કે ભલભલા હોટ થઈ જાય.
ફિલમ: કાર્તિક કોલિંગ કાર્તિક

(ચિત્ર: મારી ઓફિસનો ફોન!)
* ગઈકાલે અમે કાર્તિક કોલિંગ કાર્તિક (સોરી, કાર્થિક કોલિંગ કાર્થિક) મુવી જોવા ગયા. મુવીની પસંદગીના ત્રણ કારણ હતાં:
૧. કાર્તિક નામ
૨. ફરહાન અખ્તર. એક્ટિંગ અત્યાર સુધી સારી અને જરા હટકે રહી છે.
૩. કંઈક અલગ સ્ટોરી જેવું લાગતું હતું.
થિએટરમાં કવિને હાલત ખરાબ કરી દીધી. તેને નીચે ગેમ રમવા જવું હતું ને અમારે સ્વાભાવિક રીતે મુવી જોવાનું હતું. આગળ વાળાઓને હેરાન થવું પડ્યું. સોરી તેમના માટે – પણ કવિનને ચૂપ રે.. એવું કહેવાની સજા મળી તે બરાબર છે (જોયા સમજ્યા વગર કે તેમની આજુ-બાજુ વાળા અવાજ કરે છે કે કવિન અવાજ કરે છે).
ઈન્ટરવલમાં કવિનને પી-પી કરવા લઈ ગયો. કરી. પછી, મને પી-પી લાગી અને ૧૦ સેકંડ્સમાં તો કવિન ગાયબ. હું બધા ટોયલેટ ફરી વળ્યો, લેડીઝ ટોયલેટમાં પણ રીકવેસ્ટ કરી એક લેડીને તપાસ કરાવડાઈ, સિક્યુરીટી વાળાને પૂછ્યું, ફૂડ સ્ટોલ વાળાને પૂછ્યું. કવિન ગાયબ! કોકીને ફોન કર્યો. ફોન ન લાગે. દોડીને અંદર થિએટરમાં જઈને જોયું તો કવિન આરામથી મારી સીટ પર બેઠો હતો. હાશ થઈ.
બાકી મુવીમાં તો શું. સરસ હતું. જોવા જેવું છે. કોઈ કેરેક્ટરને ખોટું લીધું હોય તેમ લાગતું નથી. અંત એટલો પ્રભાવશાળી નથી, પણ એકંદરે મુવી સારું છે.
સ્નો લેપર્ડ, ગૂમડું અને કવિનના બૂટ
* ગઈકાલે આખો દિવસ ઘરે જ પડ્યો રહ્યો એનું એક કારણ કે ડાબા કાનની પાછળ ગઈ સાલની જેમ કંઈક ગૂમડાં જેવું થયું છે. ડોક્ટરને બતાવ્યુ છે પણ કંઈ ફરક દેખાતો નથી. આવતીકાલે ફરી બતાવવા જવું પડશે. ગરમી-બરમી થઈ લાગે છે.
પછી સાંજે કવિન જોડે થોડી વાર કોલ ઓફ ડ્યુટી અને ક્રિકેટ રમ્યા પછી કોકી જ્યારે બહારથી આવી ત્યારે અમારા ફેવરિટ હિમાલય મોલમાં ગયા. કવિનની ફેવરિટ લપસણીઓ ગોઠવેલી હતી એટલે તે ત્યાં વ્યસ્ત થઈ ગયો. હું ક્રોમામાં એક આંટો મારવા ગયો. મારે મેકની નવી આવૃત્તિ સ્નો લેપર્ડ જોઈતી હતી. ક્રોમા વાળા પાસે એક જ નકલ હતી – અને એ પણ સીલબંધ નહી! મેં જ્યારે કહ્યું કે મારે નવી પેટીપેક ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ, ત્યારે ત્યાંના માણસે કહ્યું, આ એક જ છે, બીજેથી મળે તો લઈ લેજો. વાહ, શું એટિટ્યુડ!
પછી, કવિનનાં નવાં બૂટ લીધા જે તે રાત્રે જોડે લઈને ઊંઘ્યો…





