મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

બક્ષીનામા અને મારા ખતરનાક વિચારો..

with 5 comments

વિચારવું એ ખતરનાક ક્રિયા છે – બક્ષીનામા, ૨૩૪

બોર થઈ જવા માટે કોઈ કારણની જરુર નથી, કારણ કે એકલાં-એકલાં પણ બોર થઈ જવાય છે (ચણી બોર નહી, પેલું અંગ્રેજી વાળું બોર). આ બોરને ખંખેરવા માટે શું કરવાનું? આજ-કાલ હવે પાછું વાંચન શરુ કર્યું છે, અને સૌથી પહેલાં હાથમાં આવે છે, સત્તર વખત વાંચેલી, એવરગ્રિન, અમેઝિંગ – બક્ષીનામા. અડધે પહોંચ્યા પછી લાગે છે પાલનપુરી હોવા સિવાય મારા અને બક્ષીજી વચ્ચે શું સામ્ય છે?

૧. ૧૦ જુનનાં રોજ તેમને કોલેજમાંથી ટર્મિનેશનનો લેટર મળેલ, મને પણ ૧૦ જુને (૨૦૦૯) ધકેલી દેવાયો હતો! કેસ કરવાનો સવાલ જ નહોતો, કારણ કે, સોફ્ટવેરનો ધંધો એવો જ છે :P

૨. કોલેજનાં છેલ્લાં વર્ષોમાં અમે કંટાળી ગયેલ.

૩. બન્નેને અમદાવાદ પહેલી નજરે ન ગમ્યું.

ઓકે. હવે, બીજી કોઈ સામ્યતા નથી. મેં થોડા વર્ષ ડાયરી લખી પછી લખવાનું છોડી દીધું. પણ મારી ડાયરીઓ, મોટાભાગે લોકો વિરુધ્ધ આક્રોશ ઠાલવવા કે અંગત નોંધ રાખવા વધુ લખાતી. લેખક બનવાની ઈચ્છા ત્યારેય પણ ન હતી, આજે પણ નથી :)

About these ads

5 Responses

Subscribe to comments with RSS.

 1. બક્ષીનામા બહુ વાર વાચી લીધું હોય તો મને મોકલી દેજો.પેલી ટીપ્સ કેવી લાગી?

  Bhupendrasinh Raol

  મે 17, 2010 at 03:38

 2. Corrected… ગુજરાતીલેક્સિકોનમાંથી નહી પણ Magnet Technologies માંથી… :)

  Deval

  મે 17, 2010 at 12:14

 3. બક્ષી સાહેબ યુનિક હતા , છે અને રહેશે… બક્ષી સાહેબ અનેકો ને ગુજરાતી વાંચતા કર્યા છે..
  પણ મ્રુત્યુ પર્યંત આજે કેટલાક લોકો social networking communities(esp. ORKUT) પરએમના વિરુદ્ધ actively કે passively ઝેર ઓકી ને publicity મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે..કદાચ એ વાત ની તમને જાણ હશે જ.. એક fan તરીકે બહુ દુઃખ થાય છે ,જ્યારે આ રીતે એમની બદબોઇ કરાય છે.. બક્ષી સાહેબ હોત તો આવી હિંમત કોઇ કરી ના શકત..ત્યા યથાશક્તિ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો છે , પણ એ દેડ્કાઓ ની સભા મા બોલવા જેવુ છે..,, એટલે તલવાર ને હજુ મ્યાન જ રાખી છે.. :(

  Kartik Mehta

  મે 17, 2010 at 15:22

  • ઓરકુટ મેં છોડી દીધું છે, પણ મેં સાંભળ્યું છે.. હવે, દેડકાઓને સમજાવવાનું શું? એમને તો કચડવા જ પડશે..

   Kartik Mistry

   મે 17, 2010 at 17:50


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers

%d bloggers like this: