એક પટ્ટો…
* લગભગ ૧૯૯૬ની સાલમાં મારા મામાએ મને એક પટ્ટો (લેધર ઉર્ફે ચામડાનો) પટ્ટો આપેલો. મસ્ત. માર્લબોરો કંપનીનો ઓરિજીનલ. મને બહુ ગમે અને જીન્સ પર એકદમ સરસ પણ લાગે. હવે, આ જ પટ્ટો મારા ભાઈને પણ બહુ ગમે. અમે જ્યારે પણ આ વિષય પર વાત કાઢીએ ત્યારે એ મને કહે કે આ પટ્ટો તો મામાએ મને આપેલો. હું હસી કાઢું અને કહું ના ના મને આપેલો. પણ, આ વખતે જ્યારે મુંબઈ ગયેલો ત્યારે અચાનક યાદ આવ્યું કે હવે આ પટ્ટો ભાઈને આપવો જોઈએ. એવું નથીકે તે ખરાબ થઈ ગયેલ. કોઈને લાગે નહી કે આ પટ્ટો ઉર્ફે બેલ્ટ આટલો જૂનો હશે. ત્યારથી મને થયું કે પોતાને ગમતી વસ્તુ બીજાને આપવાની જે મજા છે તેવી મજા બીજે ક્યાંય નથી. હવે, એમ થાય છે કે આપણે તો આવું એક પટ્ટા માટે વિચારીએ છીએ, લોકો આટલા દાન કરે છે, લિનસ ટોરવાલ્ડ્સ જેવો માણસ આખી ઓપરેટિંગ સિસ્ટમ જે મુક્ત રીતે ઓપનસોર્સ હેઠળ આપી દે છે – તેમના મનમાં કેવા વિચારો ચાલતા હશે?
વિચારવા જેવી વાત છે..


પોતાની મનગમતી વસ્તુઓ બીજા ને આપવા માટે ત્રણ વિકલ્પ દેખાય છે
૧. પૈસાદાર
૨. મોટુ હ્રદય
૩. ઓપન-સોર્સ પ્રોગ્રામ૨
કૃણાલ દવે
મે 28, 2010 at 05:32
And, that’s the perfect definition of GIFT
.
Hardik Dalwadi
મે 28, 2010 at 21:34