મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

ઉબુન્ટુ ૧૦.૦૪ પાર્ટી

* ફરી એકવાર, જૂની પાર્ટીની જેમ ઉબુન્ટુ ૧૦.૦૪ની પાર્ટી રાખવામાં આવેલ હતી અને આ વખતે નક્કી કરવામાં આવ્યું કે પાર્ટી અમદાવાદમાં રાખવામાં આવે. એસ.જી. હાઈવે પર સીજનેક્સ નામની સરસ કંપનીએ (થેન્ક્સ, ગૌરવ) અમને સ્થળની પસંદગી કરવાના મોટા પ્રશ્નાર્થ પર પૂર્ણવિરામ આપી દીધું. હાર્દિક આ વખતે અમદાવાદમાં જ હતો એટલે ઉબુન્ટુ સીડી, સ્ટિકર્સ વગેરેનો બંદોબસ્ત સરળ રહ્યો અને કેનોનિકલ તરફથી કેક અને વેફર (ઓહ, નાસ્તા વગર કોઈ આવે??) હતા એટલે પાર્ટીની રંગત કંઈક અલગ જ રહી.

તો, પાર્ટીમાં થયું શું? પ્રથમ તો બધાનો પરિચય. લગભગ ૨૦ જેટલાં લોકો આવ્યા અને સ્વાભાવિક રીતે હાર્દિક, સમય, જયેશભાઈ ગોહેલ અને સચિન સિવાયનાં લોકો મારા માટે નવાં હતા એટલે લિનક્સનો વ્યાપ અમારાથી વધ્યો એ જાણી આનંદ થયો. અમદાવાદમાં કેટલીય કંપનીઓ લિનક્સ અને ઓપનસોર્સનો ઉપયોગ કરે છે તે જાણી વધુ આનંદ થયો. થોડુંક દુ:ખ એ વાતે થયું કે બધાં આ ઉપયોગ ગુપ્તતાના પડદાં હેઠળ કરે છે, પણ હવે સીજનેક્સ જેવી કંપનીઓ અમને આવી રીતે આધાર આપે તે ગર્વની વાત છે.

પરિચય પછી (અને વચ્ચે-વચ્ચે), લાંબી ચર્ચા ચાલી કે કઈ રીતે લિનક્સ અને ઓપનસોર્સનો વ્યાપ કોલેજ વગેરેમાં વધારવો જોઈએ. ગૌરવ અને હું એ મતના હતા કે પહેલાં આપણે બરોબર તૈયાર થવું જોઈએ એ માટે પ્રથમ તો નિયમિત રીતે લિનક્સ ગુજરાતની મિટિંગ વગેરે કરવી જોઈએ. તો હવે, આ પરથી દર ૧૫ દિવસે રવિવારે સવારે મિટિંગ રાખવાનું નક્કી થયું છે. સિજનેક્સ અમને સ્થળની સુવિધા પૂરી પાડશે.

હાર્દિકે LTSP કેવી રીતે તરત સેટઅપ કરવું તે edubuntu પરથી બતાવ્યું. થોડીક બીજાં સવાલ-જવાબ થયાં. મેં કેવી રીતે બગ રીપોર્ટ વગેરેથી શરુઆત કરવી તેનું નાનું પ્રેઝન્ટેશન (સ્લાઈડ્સ વગર) આપ્યું અને ચર્ચાનો અંત રેન્ડમ ચર્ચાથી આવ્યો :)

આ બધાની વચ્ચે નાસ્તો અને કોલ્ડડ્રિંક્સ વગેરે તો ખરા જ. ટૂંકા સમયની નોટિસ પર આટલા લોકો આવ્યા, તો હવે વેલ-પ્લાન્ડ મિટિંગ પર અમે મોટી આશા રાખી શકીએ!

પાર્ટીની બધી જ છબીઓ મારા પિકાસા આલ્બમમાં ઉબુન્ટુરીલીઝપાર્ટી ફોલ્ડરમાં જોવા મળશે. બીજા લોકો જ્યારે પોતાનાં કેમેરા ખાલી કરશે ત્યારે લિંક વગેરે અહીં મૂકવામાં આવશે :)

4 Responses

Subscribe to comments with RSS.

 1. good to know that open source is spreading it’s wings and in general IT domain is picking up in Gujarat.

  Krunal

  મે 31, 2010 at 10:04

 2. અભીનન્દન.

  Chirag

  મે 31, 2010 at 19:21

 3. [...] Thanks a lot for your over helming response to Ubuntu 10.04 LTS Release Party. We had around 20 people (24 had registered). Kartik has already posted event photos. (Pictures speaks louder than words ) and full report (LANG=gu_IN) [...]


Comments are closed.

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,403 other followers

%d bloggers like this: