મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

આજની કડીઓ..

with 5 comments

.. એટલે કે લિંક્સ.

એમ તો આ લેખો મારા ગુગલ રીડર વડે વહેંચેલા જ છે, છતાંય..

૧. તમારો હોબાળો એ ઘોંઘાટ જ છે. આપણા ગુજરાતી બ્લોગ-જગતને સરસ રીતે લાગુ પડે છે. અને હા, Seth Godin નો બ્લોગ તમારી યાદીમાં ઉમેરી દેજો.

૨. ઘમાસાન – ગુજરાતી શબ્દ છે?

૩. મુંબઈમાં યુવા ત્રિપુટીની બિલ્ડરો સામે નો ડીલ ઝુંબેશ – આપણે આવું જ કરવું જોઈએ. બિલ્ડરો અને તેમને લોન આપવા વાળી કંપનીઓ ભેગા મળીને ઘર લેવું એ સ્વપ્ન નહી પણ દુસ્વપ્ન બનાવી રહ્યા છે..

5 Responses

Subscribe to comments with RSS.

  1. સાચો ગુજરાતી શબ્દ ઘમસાણ છે. પ્રાકૃત ઘંસણ (ઘર્ષણ ?) અને હીન્દી ઘમસાન.

    jjugalkishor

    November 28, 2010 at 7:28 AM

  2. અત્યારે ભલે તેઓ ઘર લેવાના સ્વપ્નને દુઃસ્વપ્ન બનાવી રહ્યાં પણ આ પ્રોપર્ટી બબલ ટૂંક સમયમાં જ Burst થશે જ… આ રીયાલીટી કંપનીઓએ બેંકો પાસેથી લોન્સ લઇ ને જે પ્રોજેક્ટ બનાવ્યા છે તે વેંચાયા વીનાના પડ્યા છે અને હવે આ કંપનીઓએ લીધેલ લોન્સ પાછી ભરવાનો સમય નજીક આવી રહ્યો છે… આ કંપનીઓ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો પાસેથી લીધેલું રૂ. 25,000 કરોડનું જંગી ઋણ ચૂકવવાના પડકારનો સામનો કરી રહી છે

    amar

    November 28, 2010 at 9:02 AM

  3. (૨) મારી સમજ મુજબ, ગુજરાતીમાં ઘમાસાણ એટલે લડાઈ અને હિન્દીમાં ઘમાસાન એટલે ભયંકર. वो घमासान युद्ध था એવો વાક્યપ્રયોગ hindkhoj.com બતાવે છે. પણ વન ડે મુકાબલો કે સ્પર્ધા કે ટક્કર વધુ યોગ્ય શબ્દ રહે. છેલ્લા એકાદ દાયકાથી ગુજરાતીમાં હિન્દી ન્યૂઝ ચેનલો અને મનોરંજન ચેનલોના કારણે હિન્દી શબ્દોનો અને એ ઉપરાંત અંગ્રેજી શબ્દોનો યોગ્ય ગુજરાતી શબ્દ શોધવાની માથાકૂટમાં નહીં પડવાની ગુજરાતી માનસિકતાના કારણે વધી ગયો છે. હિન્દી જાણતા હો તો મરાઠી વાંચવું અને સમજવું અઘરું નથી. મરાઠીમાં અને હિન્દીમાં પણ તમે ક્રિકેટના સમાચાર વાંચી જજો, કેટલા શુદ્ધ શબ્દો પ્રયોજાય છે.
    (૩) તારક મહેતા કા ઉલટા ચશ્માના એક એપિસોડમાં પણ બતાવાયું હતું અને હું પણ એ જ મતનો છું કે નો ડીલની ઝુંબેશ અપનાવવી જોઈએ. અરે, આગળ વધીને હું તો કહીશ કે કોઈ પણ વેપારમાં ૨૦-૨૫ ટકાથી વધુ નફો ન જ હોવો જોઈએ. હોટલ કે કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં કેટકેટલો નફો? કોઈ મર્યાદા જ નહીં. હોટલ તો સમજ્યા, પણ કન્સ્ટ્રક્શન વ્યવસાય પર તો ધૂરી નાખવી જ જોઈએ કેમ કે જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે તેમના માટે તો ઘર સ્વપ્ન જ બની રહે છે અથવા તો દેવું કરવાનું કારણ.

    jaywantpandya

    November 28, 2010 at 11:21 AM

  4. વારેંવાર મકાનોના ભાવ ઘટશે એવી હવા વહેતી થાય છે પણ મધ્યમ વર્ગને રાહત થઈ નથી.
    આ બાબતનો અમે રજૂ કરેલો એક લેખ્ http://wp.me/phscX-6Q


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers