મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

સુખ-સુખમાં ફરક છે..

with 7 comments

* શિશિરભાઈ લખે છે કે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર.

* ગઈકાલના (રવિવારના) દિ.ભા.માં, સમુદ્ર મંથન લેખમાળામાં વિદ્યુત જોષી લખે છે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર.

*જ્યારે ગુજરાતીલેક્સિકોન પર (પહેલી વ્યાખ્યા સિવાય),

પહેલું સુખ તે જાતે નરો, બીજું સુખ જે ઘરમાં વરો, ત્રીજું સુખ જે પડોશી ચાર, ચોથું સુખ જે ગુણવંતી નાર

તો કયુ સુખ સાચું? ;)

મને યાદ છે ત્યાં સુધી આવી રીતે દુ:ખની કહેવત પણ હતી,

પહેલું દુ:ખ તે આંગણે તાડ, બીજુ દુ:ખ તે પડોશી લબાડ, ત્રીજુ દુ:ખ તે વાંસામાં ચાંદુ, ચોથું દુ:ખ તે બૈરું માંદુ.

જ્યારે ગુજરાતી લેક્સિકોન પ્રમાણે,

પહેલું દુખ જે બારણે તાર, બીજું દુખ જે પડોશી ચાર, ત્રીજું દુખ જે પૂંઠે ચાંદું, ચોથું દુખ જે બૈરું માંદું

પહેલી કહેવત એક વખત બધા ભેગા થયેલા ત્યારે કોઈ બોલેલું (કદાચ મારા સસરા?). પડોશી ચાર હોય એ સુખ પણ હોય અને દુ:ખ પણ? અને હા, સગવડ અને તમારા નસીબ પ્રમાણે તમે ઉપરની વ્યાખ્યા આગળ-પાછળ કરી શકો છો :)

નોંધ – દુર્ભાગ્યે, દિ.ભા. નો આ લેખ હજી વેબસાઈટ પર પ્રકાશિત કરાયો નથી. જ્યારે ગુજરાતીલેક્સિકોનમાં શોધ પરિણામ કડી તરીકે મોકલી શકાતું નથી (એટલે કે પહેલાં આ સગવડ હતી, પણ..)

7 Responses

Subscribe to comments with RSS.

  1. ભાઈ…સુખ અને દુઃખ તો મન ના કારણ છે….બાકી સ્થિતિ તો સરખી જ હોય છે…
    “જો મનમાં રાખો ગોકુળિયું અને મથુરા, તો સુખ દુઃખ માત્ર રસ્તા ના પથરા…!!!”

    Raj Mistry

    November 29, 2010 at 12:35 PM

  2. કેહવત ના પણ નવા નવા વર્ઝન આવે છે.

    Madhav / Harshad

    November 29, 2010 at 4:44 PM

  3. New version:

    ‘પહેલું સુખ તે જાતે નર્યા,
    બીજું સુખ તે ઘરબાર કર્યાં,
    ત્રીજું સુખ તે કોઠીમાં જાર,
    ચોથું સુખ તે સુલક્ષણી નાર.’

    Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=184712

  4. interesting! :)
    સુખી રહેવું હોય તો સુખ-દુખની વ્યાખ્યા ન શોધવી ;)

    કનકવો (Jay's Blog)

    November 29, 2010 at 9:57 PM

  5. Nice comment, Good, Keep it up…My self Hitesh/Kajal, We are social worker and working for Reg pickers and bagger children for main stream at Jamnagar Zopadpatti area.

    Hitesh Pandya

    December 1, 2010 at 12:57 PM

  6. પહેલું દુખ જે બારણે તાર, બીજું દુખ જે પડોશી ચાર, ત્રીજું દુખ જે પૂંઠે ચાંદું, ચોથું દુખ જે બૈરું માંદું

    AA jordar chhe.

    3rd and 4th bahu j gudh chhe. hamajnaar j hamje.

    Anurag Rathod

    December 11, 2010 at 1:21 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers