૨૦૧૧નાં સંકલ્પો અને ઘણું બધું..
* અરર. પેલી દિવાળી વાળી પોસ્ટ ભૂલી ગયા? અને, ૨૦૧૧ – આપણે તો એટલા બધાં નવા વર્ષ આવે કે આપણે કયા વર્ષમાં છીએ તે ભૂલી જઈએ. સરળતા ખાતર દિવાળી અને ઈસુનું નવું વર્ષ આપણે યાદ રાખીએ છીએ. પણ, ૨૦૧૧માં શું કરીશું? પહેલાં તો દિવાળી વાળી પોસ્ટને યાદ રાખીશું, એ સિવાય -
- અક્ષયકુમાર, રજનીકાંતનાં એકપણ મુવી ન જોવા. કસમથી.
- લિસ્પ અને સી પ્રોગ્રામિંગ ઉપર ધ્યાન આપવું.
- બને તેટલી જગ્યાઓએ ફરવા જવું. કવિન હવે બહાર લઈ જવા જેવો થયો છે, એટલે વેકેશન મળે ત્યારે ફરવા જવું. ન મળે તો ધરાર વેકેશન લેવું.
- ૨૦૧૦માં ઘણું ફાસ્ટ ફૂડ ખાધું, જોકે દિવાળી પછી ઓછું કર્યું છે, પણ નવાં વર્ષથી એ ઓછું કરવું. વજન પર ધ્યાન રાખવું. આખો દિવસ મોઢું ચાલુ રહે એ ન ચાલે.
૨૦૧૦ એમ તો સારું વર્ષ રહ્યું. લોકોની મૂર્ખાઈઓ જોઈ અને મારી ભૂલો સુધારવાનો મોકો મળ્યો (એટલે કે જોબ ચેન્જ). પ્રથમ વખત બચત કોને કહેવાય તે સમજાયું અને ભયંકર ખર્ચાઓ પણ કર્યા. ઘણું નવું શીખ્યો અને ઘણાં નવાં લોકોને મળ્યો અને મિત્રો પણ બન્યાં.
અલવિદા, સરસ વર્ષ.
બીજુ કંઈ, તમને યાદ આવે છે, મારા માટે?






તમારા માટે તો અત્યારે કાઈ યાદ નથી આવતુ પણ હા નવા વરસ મા મે પણ કસમ લીધી છે કે અક્ષયકુમાર, રજનીકાંત અને એશ્વરિયા રાય બચ્ચનનાં એકપણ મુવી ન જોવા.
Deval
December 31, 2010 at 1:00 PM
બચત એ સારામાં સારો મિત્ર છે. એ આપણા સુખના સમયે ક્યાંક પડ્યો રહ્યો હોય છે અને જરૂરિયાતના કે મૂશ્કેલીના સમયે ઉભો થઈને આવે છે અને ગજબની મદદ કરી જાણે છે.
જેપી
December 31, 2010 at 2:25 PM
હું તમારી સાથે 100% સંમત છું.
મયુર ( ગુજરાતીગાઈડ )
December 31, 2010 at 5:14 PM
આ બધા કામો સફળતાપૂર્વક પુરા થાય તે માટે ઓલ ધ બેસ્ટ.અને અક્ષય ના મુવી ના જોવાનો નિર્ણય પણ ખુબ સરાહનીય છે.
Harshad / Madhav
January 1, 2011 at 6:30 PM