મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

Archive for December 2010

મારા દાદા

with 3 comments

* કવિન દાદાને બહુ યાદ કરે (અને દાદા પણ કવિનને બહુ યાદ કરે છે. સ્કાઈપે પર જ્યારે દાદાને જોવે ત્યારે મજા આવી જાય છે) ત્યારે તેને ચીડવવાની અમને બહુ મજા આવે. તેને અમે કહીએ કે તારા દાદા એ મારા પપ્પા છે. તો એ કહે, ના – એ તો મારા દાદા છે. આ વાત એ મોટો થશે ત્યારે રમૂજની વાત બની જશે, પણ અત્યારે તો તે બહુ ગુસ્સે થાય છે :P

પરિવર્તન એ જ જીવન છે..

with 3 comments

* આજનું વાક્ય – $title મુજબ – પણ..

લો, મને હજી પણ સ્કૂલની અને કોલેજની છોકરીઓ મળે ત્યારે કહે છે, કાર્તિક તું તો એવો જ લાગે છે. હા. ખભા ઊંચા કરીને કહું છું – You know, body maintain કરવી પડે. અને છતાંય કેટલાંક બ્લોગર્સને (જેઓ મને ક્યારેય મળ્યાં નથી, દેખ્યો નથી કે જેમની તરફ હું દેખતો ય નથી) આ વાત બહુ જ ખૂંચે છે.

શું કરવા બદલાઉં? બોલો.

આજની કડીઓ

with 2 comments

* થેન્ક્સ ફોર ઠેંગો. એક બીજું સરસ ઉદાહરણ.

* ખાસ યુ.એસ. વાસીઓ માટે – TSA એક્સ-રે સ્કેન અને તેનો ઉપાય.