આજની કડીઓ
* એક પિતાને શ્રધ્ધાંજલી.
એક પુત્રની પિતાને શ્રધ્ધાંજલી, એ પણ બગ રીપોર્ટમાં. એકદમ સરસ અને વાંચવાલાયક લિંક.
* કદાચ મારો ફોન પથરો બનશે અથવા પછી લેટેસ્ટ એન્ડ્રોઈડ પર અપડેટ થશે.
સાયનોજન વડે હમણાં મારા ફોન ટાટુનો સપોર્ટ ઉમેરવામાં આવ્યો. હજી એકાદ દિવસ પછી તેને અપડેટ કરવામાં આવશે. જો તમને મારો ફોન બંધ આવે તો સમજજો કે અપડેટ નિષ્ફળ ગયું છે અને કાર્તિક નવો ફોન લાવશે
* સોની અને હેકર્સનું તેની સામેનું યુધ્ધ.
એક જમાનો હતો જ્યારે સોની ઈલેક્ટ્રોનિક્સ કંપની હતી અને તેની ગુણવત્તા માટે વખણાતી હતી. અત્યારનો જમાનો અલગ છે. સોની હવે કનટેન્ટ કંપની બનીને પોતાનું રહ્યુ-સહ્યું (ફોન, વિડીઓ ગેમ્સ કે પછી કેમેરા કે પછી મ્યુઝિક પ્લેયર) બચાવવા મરણિયા અને વિચિત્ર પ્રયાસો કરે છે. અહીં ખોટું શું છે એ આ લેખમાં સરસ રીતે સમજાવ્યું છે.





