નવું ઘર: થોડાંક નિરિક્ષણો..
* નવાં ઘરમાં બધું નવું-નવું હોય. દા.ત. નવું ઝાડું, નવાં પગલૂછણિયાં અને નવાં પડોશીઓ.
* દુર્ભાગ્યે પડોશીઓ કવિન-ફ્રેન્ડલી લાગતાં નથી, પણ કવિને ક્યાંકથી મિત્રો શોધી કાઢ્યાં છે. નીચે નાનકડો અનમેન્ટેન્ડ ગાર્ડન છે. હિંચકા છે. એટલું સારું છે.
* ગાર્ડનમાં અમિત શાહના નામનાં બાંકડાઓ છે. કોઈ ગુજરાતી મુવી બને તો ઠેર ઠેર અમિત શાહ તારા બાંકડા કે એવું કંઈક ૧૦૦ ટકા બની શકે. મને યાદ છે ત્યાં સુધી જૂનાં ઘર આગળ એવા બાંકડાઓ પહેલા બીજા કોઈકના નામે હતા. ધારાસભ્ય બદલાય એટલે બાંકડા બદલવાની જગ્યાએ કે નવાં મૂકવાની જગ્યાએ તકતીઓ બદલી દેવાની. અદ્ભૂત બચત થાય. આવાં સ્માર્ટ નેતાઓ હોય તો દેશ કેમ ન આગળ આવે?
* ઘરની આસપાસ એક જબરજસ્ત મોલ બને છે. દર્દભરી વાત એ થશે કે પાર્કિંગ હવે અમારા ઘરની આગળ પસાર થતાં રસ્તા પર થશે (એટલે કે પાર્કિંગ ફી બચાવવા માટે કે શનિ-રવિ ભીડ હોય ત્યારે). અમારું તો ઠીક પાછળની સાઈડ વાળા બંગલાઓનું શું થશે? હોરર સ્ટોરી બની શકશે.
* અહીં પક્ષીઓ – ચકલી, કબૂતર અને કેટલાંક અજાણ્યા કાગડાઓ – બહુ છે. કબૂતર એ.સી.ને બગાડે છે એટલે અમે તેને ભગાડવાનું કામ સવાર-સાંજ મહેનતથી કરીએ છીએ.
બાકી, મજાની લાઈફ. સ્કોવશ (સ્કોચ નહી) પીવાનો અને એંગ્રીબર્ડ રમવાનું.






બાંકડાઓ પર કોઇનાયે નામો શા માટે ? બેવકૂફી નથી ? અને સાવ ચીપ !! લતા હિરાણી
readsetu
મે 31, 2011 at 10:54 AM
એ તો આપણે આપણાં પ્રિય અમિતભાઈને જ પૂછવું પડે.. પણ, અરર. જેલમાં કોણ જાય?
Kartik
મે 31, 2011 at 11:04 AM
i think koi na nam lakhvani jarur nathi
(at least politicians na to nai j)
bhattumang
મે 31, 2011 at 1:15 PM
એ લોકો ને જે કામ કરવા ચૂંટ્યા છે,એ કામ કરવા બદલ તકતી મુકવાની જરૂરત જ નથી. ગ્રાન્ટમાં થી ફાળવાયેલા બજેટના કારણે બાંકડા નું અસ્તિત્વ છે, ગાંઠનું ગોપીચંદન કરીને બાંકડો મુકે અને એના પર તકતીઓ મુકાય એ વસ્તુ અલગ છે.
nirav
મે 31, 2011 at 3:42 PM