મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ફિલમ: શૈતાન

with 5 comments

* ગયા અઠવાડિયે ડીવીડી લાવ્યા પછી છેક ગઈકાલે રાત્રે અમને આ ફિલમ જોવાની તક મળી. કવિન જાગતો હતો, પણ એ એના લેગો બ્લોક્સ વડે વિચિત્ર રોબોટ બનાવવામાં વ્યસ્ત હતો, એટલે બહુ વાંધો ન આવ્યો. વચ્ચે-વચ્ચે જોકે એ હેરાન કરતો હતો.

શૈતાન મુવીની વાર્તા અલગ છે અને અનુરાગ કશ્યપનુ મુવી હોવાથી અપેક્ષા હતી કે વાર્તાની સાથે કેમેરાની કરામત પણ હશે જ. અને, ખરેખર એમ જ હતું. કોલેજમાં ભણતા (?) મિત્રો ભેગા થાય છે અને મસ્તીમાં જીવે છે, પણ અચાનક તેમનાંથી એક એક્સિડેન્ટ થઈ જાય છે અને પછી શરુ થાય છે પોલીસ-પૈસાનું ચક્કર. એક્સિડેન્ટ થયા પછી પોલીસ તેમની પાસે ૨૫ લાખ માંગે છે અને આ ૨૫ લાખ ક્યાંથી લાવવા તેની ચર્ચા છેવટે એમી (કલ્કિ)ના નકલી અપહરણ પર લઈ જાય છે. તેના પછી મીડિઆ-પોલીસ અને શરીરમાં જીવતા શૈતાનનું સ્વરુપ આપણને સરસ રીતે બતાવવામાં આવ્યું છે. સ્ટોરી તો બધાને ખબર જ હશે એટલે બહુ લખી નહી શકાય (એમ હોત તો હું સ્ટોરી રાઈટર ન હોત? ;) ).

ગીતો સરસ છે. કેમેરો મસ્ત રીતે ફરે છે અને ડાયલોગ્સ – મસ્ત. આ માટે આ મુવીને ચાર પોઈન્ટ પાંચ સ્ટાર આપી શકાય. અંત થોડો વધુ સારી બનાવી શકાયો હોત. હવે, આ જ રીતે બાકી રહી ગયેલ દિલ્હી બેલીનો વારો. ડીવીડી આવે ત્યારે તેની વાત.

Written by Kartik

July 31, 2011 at 10:38 PM

5 Responses

Subscribe to comments with RSS.

  1. Delhi Belhi “Hinglish” version જ જોવા વિનંતી… હિન્દી version માં dubbing બહુ જ ખરાબ છે… ! બાકી તો તમે મુવી વિશે સાંભળ્યું જ હશે !!

    Tushar Acharya

    July 31, 2011 at 11:04 PM

  2. કહેવું પડે ભાઈ…..તું આવા મુવી- ઘરે જોઈ શકે છે????? દિલ્હી-બેલી જરા સંભાળી ને જોજે…….:-)

    Raj Mistry

    July 31, 2011 at 11:28 PM

  3. ભાઈ, દિલ્હી બેલી મહાન હથોડો છે, અથવાતો એમ કહીશ કે મને તો હથોડો લાગ્યું. ડિવીડીના પૈસા અને સમય બંને ના બગાડશો, બેમાંથી કોઈક એકમાં પતે એવો રસ્તો શોધજો. આખી ફિલમમાં ગાળો સિવાય કશું જોવા-સાંભળવા જેવું મને લાગ્યું નહી. આમિરને શું થઈ ગયું છે?

  4. Delhi Belly is really worthless and overhyped.

    Satyarth

    August 3, 2011 at 10:05 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers