મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

થોડાંક સમાચારો..

with 3 comments

૧. એન્ડ્રોઈડ ફોન છે તમારી પાસે? થોડાંક ટેકી છો? તો હાજર છે ભારતીય એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે એક ખાસ મેઈલિંગ લિસ્ટ: http://lists.linux-delhi.org/mailman/listinfo/indroid

૨. કવિન આજ-કાલ અદ્ભૂત ચિત્રો બનાવે છે, અદ્ભૂત તોફાન પણ કરે છે. એમ અદૂભૂત ડાયલોગ્સ પણ બોલે છે. પછી ક્યારેક આ વિશે અલગ પોસ્ટ પાક્કી.

૩. આજ-કાલ મારા કરતાં કોકી વધુ વાંચી રહી છે. કવિન પણ રાત્રે કોઈ પણ રેન્ડમ ચોપડી લઈને બેસે છે અને પાનાં ફેરવતો રહે છે.

૪. વરસાદ. ઓહ. અમદાવાદમાં ૨૯મી ઓગસ્ટે વરસાદ આવે? નવાઈ ભરી વાત છે.

૫. વસ્ત્રાપુર તળાવની આસપાસ અન્ના રેલીઓ જોયા પછી લાગ્યું કે જેમ ઝોલો લઈ ફરવાથી સમાજસેવક કે સેવિકા બની જવાતું નથી, જેમ ખાદી પહેરવાથી ગાંધી બનાતું નથી તેમ મેં ભી અન્ના લખેલી ટોપી પહેરવાથી અન્ના બનાતું નથી. રેલીવાળાઓને પહેલાં શિસ્ત શીખવાની જરુર છે. (એમ તો દરેક ભારતીયને શિસ્ત એટલે શું? એ વિશે મારી-મારીને શીખવાડવાની જરુર છે – એ વાત કહેવાની જરુર છે?)

3 Responses

Subscribe to comments with RSS.

  1. કાર્તિકભાઇ,
    શિસ્ત બધાને ખબર હોય છે કોઇને શીખવાડવાની જરૂર નથી. જે લોકો ઇન્ડિયામાં જેમ તેમ વર્તન કરતા હોય છે એ જ લોકો પારકા પરદેશમાં પગ મૂકતાવેંત વગર કીધે ડાહ્યા થઇ જતા હોય છે અને જો ના થયા હોય તો પણ ડાહ્યા કરી દેવામાં આવે છે.

    KrunalC

    August 29, 2011 at 8:06 PM

    • ખબર હોય છતાંય પાલન ન કરે એટલા માટે જ મેં મારી-મારીને શીખવાડવાની વાત કરી છે :)

      Kartik

      August 29, 2011 at 8:15 PM

  2. મેં ભી અન્ના લખેલી ટોપી પહેરવાથી અન્ના બનાતું નથી. – સાચી વાત.
    રેલીમાં જોડાયેલા લોકો ની અશિસ્તનો અનુભવ તો મને પ્રત્યક્ષ થયેલો છે…


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers