મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૧

with 2 comments

* ૨૫ તારીખે અમારી સ્કૂલ બેચ ૧૯૯૭ના વિદ્યાર્થીઓનું સંમેલન રાખેલું હતું. આ માટે આયોજન ક્યારનું ચાલતું હતું. ફેસબુક વગેરે પર ટકી રહેવાનો જુસ્સો મને આના કારણે જ આવતો હતો :) છેવટે ૨૫ તારીખે અમે જીજ્ઞેશની ગાડીમાં (વેલ, ઘણી રાહ જોવડાવી આ આર્કિટેકે :P ) પાલનપુર આવ્યા. ઘરે આવી, થોડી સાફ-સફાઈ કરી, આરામ કર્યો અને પછી વિનયના ઘરે ગયા. પરેશ ત્યાં આવ્યો, પણ ત્યાં સુધીમાં ૪ વાગી ગયા હતા (કાર્યક્રમ ૧ વાગે શરુ થતો હતો. અમે પરિચય અને થોડી ગેમ્સ વગેરે મિસ કરી). ત્યાં ગયા ત્યારે કંઈક ગેમ્સ ચાલતી હતી. ઘણાં મિત્રો સ્કૂલ છોડ્યા પછી પહેલી વખત મળ્યાં. ઘણાં બધાંની ઓળખાણ ન પડી અને ઘણાં બધાં એવાં જ લાગતાં હતાં :) કવિનને પણ મજા આવી ગઈ. સ્પાઈડરમેનનું માસ્ક પહેરી તેણે ઘણી ધમાલ મચાવી. બાલારામ રિસોર્ટ મારી ફેવરિટ જગ્યા છે (જોકે બહુ વખત જવા મળતું નથી). ક્યારેક વળી ત્યાં રાત્રે રોકાશું અને તારાઓ અને આગિયાઓના ફોટાઓ પાડીશું. ફરી ક્યારેક. ફોટા વગેરે ફેસબુક પર મૂક્યા છે.

ટૂંકમાં  – મજા આવી.

બીજા દિવસે સવારે મહેનત કરી વેસા પહોંચ્યા. વેસા મોટાભાગે આરામ જ કરવાનો હતો અને સાંજે મારે છાપીથી અરાવલી ટ્રેનમાં અમદાવાદ પાછા આવવાનું હતું. સદ્ભાગ્યે ટીકીટ કન્ફર્મ થઈ ગઈ અને સીટ મળી ગઈ. બાજુમાં એક ઘરડાં કાકા બેઠા હતા. કોકીને ફોન કરવા મારો ફોન કાઢ્યો અને વાત કર્યા પછી મૂક્યો ત્યારે પેલા કાકાએ વાતો શરુ કરી. એમની પાસે સેમસંગ ગેલેક્સી S1 હતો અને થોડી વાત-ચીત પછી ખબર પડી કે તેઓ ફોનનો સરસ ઉપયોગ કરે છે. જમીનના સોદામાં તેઓ જાત-જાતની એપ્સ ઉંચાઈ, અંતર અને માપ લેવા વાપરે છે. ઈદનો ચાંદ કે પછી નમાઝનો સમય જાણવાની એપ્સ પણ તેમણે બતાવી. અરે, અવાજનું પ્રદૂષણ માપવાની એપ્સ હોય એ મને ત્યારે જ ખબર પડી. એમની જોડે જાત-જાતની વાતો કરી. રહેવા માટે કયું શહેર સારું એ વાત પર ચર્ચા કરવાની મજા આવી. મહેસાણાથી એક બીજા ભાઈ ડબ્બામાં આવ્યા એ પણ મુંબઈના ઓળખીતા નીકળ્યા અને બોરિંગ મુસાફરી રસપ્રદ બની. ફોનનો ખરેખર પ્રેક્ટિકલ ઉપયોગ ઘણાં સમય પછી જોયો. મોંઘો ફોન લાવવો અને માત્ર કોલ માટે વાપરવો એ બોઈંગને અમદાવાદથી ગાંધીનગર જવા જેવું છે. ધન્યવાદ એ અનામી કાકા અને એમનાં વિચારોને.

ઘરે પહોંચ્યો. સવારની ટેક્સી બૂક કરાવેલી હતી જે અત્યંત મોંઘી પડી અને સમય કરતાં વહેલી આવી એટલે ઉતાવળમાં શેવિંગ ક્રીમ, કાંસકો, તેલ અને એક જોડી મોંજાં ભૂલી ગયો. ઉતાવળમાં લગેજની ચાવી ક્યાં મૂકી એય ભૂલી ગયો અને નક્કી કર્યું કે ત્યાં જઈને લોક તોડી નાખીશ. એરપોર્ટ પર હેન્ડબેગ ચકાસી તો ચાવી મળી એટલે હાશ થઈ. આજ-કાલ કદાચ કનેક્ટિંગ ફ્લાઈટ્સના બોર્ડિંગ પાસ જોડે જ આપી દે છે અને લગેજ સીધો જ છેલ્લાં એરપોર્ટ પર આવે છે. નવાઈ લાગી. વધુ નવાઈ લાગી જ્યારે આ વખતે પ્લેનમાં સરસ જમવાનું મળ્યું :) મેંગ્લોર પહોંચ્યો ત્યારે બાજપે એરપોર્ટ પર વાસુદેવ અને ભૂષણ લેવા માટે આવ્યા હતા. બન્નેને પહેલી વાર મળ્યો અને પછી શરુ થઈ ૧.૩૦ કલાકની મુસાફરી. રસ્તા ભયંકર વાંકાચૂકા અને એનાથી વધુ ભયંકર હતા સામે આવતાં વ્હીકલ્સ.

મીની ડેબકોન્ફનો રીપોર્ટ પછીની પોસ્ટમાં..

PS: બેક ટુ ઓફિસ વર્ક.

2 Responses

Subscribe to comments with RSS.

  1. After some long period…a long post ;) nice one..this gave me some push to arrange one old school meet..hope, it happen soon.

    Envy

    October 31, 2011 at 11:34 AM

  2. i agree…
    laaaammmmmbbiiii pooosssttt
    after a long tim :D

    Umang Bhatt

    November 1, 2011 at 1:50 AM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers