અપડેટ્સ
* ગાંધીનગર ૯ કિ.મી.માં નામ નોંધાવી દીધું છે. ફાઈનલી. પેમેન્ટનો પ્રશ્ન પણ સોલ્વ. સાબરમતી સાત કિ.મી.માં ફોર્મ લાવી ભરી દેવામાં આવ્યું છે. હવે ક્યાંક નજીકમાં AMC ના સેન્ટરમાં જમા કરાવવાનું છે. પ્રેક્ટિસ વગેરે સારી ચાલે છે – અને કદાચ ૯ કિ.મી. જીવતા જીવ પૂર્ણ થશે એવું લાગે છે.
* ફેસબુક પર હવે થોડું નિયંત્રણ મૂકવાનું નક્કી કર્યું છે. જે લોકોને અંગત રીતે મળ્યો નથી અથવા માત્ર ફેસબુકમાં ઉમેરવા માટે ઉમેર્યા છે તેમને બાય-બાય. સબસ્ક્રાઈબનો વિકલ્પ ખૂલ્લો છે. ખોટું ન લગાડવું, અથવા બંધ બેસતું સ્વેટર ન પહેરવું. વીક-એન્ડમાં સાફ-સફાઈનો કાર્યક્રમ છે.
* તિબેટિઅન માર્કેટમાંથી સ્વેટરો લાવવામાં આવ્યા છે – કવિન માટે જ. મારે તો વર્ષો જૂનું જેકેટ સારું એવું ચાલે છે. KDE નું હૂડી જેકેટ પણ સરસ છે.
* પુસ્તકોમાં ‘ફાંસલો – અશ્વિની ભટ્ટ’ ને હાથ લગાડવામાં આવ્યો છે. ઓવરરેટેડ પણ સારી નવલકથા. રિફલેક્સ એક્શન. સ્તનયુગ્મ – આ બે શબ્દો ન હોય તો અશ્વિની ભટ્ટની નવલકથા કહેવાય?






કાર્તિકભાઈ, ‘ગાંધી’નગર માટે આને ૯ કિ.મી.નો ‘ફાંસલો’ કહી શકાય. હવે આ બાબતે તમે ‘અશ્વિનીકુમાર’ બની ચેલેન્જનો ‘ફેસ ટુ ફેસ’ સામનો કરશો તો ‘સ્વેટર’ પહેરવાની જરૂર પણ નહિ પડે..
ચાલો તિ’બેટ’ લગાવીએ.. તમે અચિવ કરી શકશો?!?!
મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
November 30, 2011 at 1:21 PM
+1 abt Fanslo.
Kunal Dhami
November 30, 2011 at 2:16 PM
‘ફાંસલો’ વંચાઈ જાય ત્યાર બાદ નીચે લિંક આપી છે, તે વાચવા વિનંતી. કદાચ આપને પસંદ પડેઃ
http://shabareesanchay.blogspot.com/2011/08/blog-post_28.html
Chirag Thakkar
December 1, 2011 at 7:41 AM