ચોરી..
* ગઈકાલે સાંજે દરરોજ મુજબ દોડવા જવાનું મોડું થઈ ગયું અને થોડું અંધારુ ઘેરાયું હતું. અત્યારે વસ્ત્રાપુર લેકમાં થોડું સમારકામ ચાલે છે અને નવી પાળી અને છોડવાંઓ ઉગાડવામાં આવ્યા છે. ટ્રેક પણ થોડો રીપેર કરવાનો પ્રયત્ન કરાયો હોય એમ લાગે છે, પણ અનિયંત્રિત પાણી ઢોળાવાના કારણે પાછું જેમનું તેમ છે. વેલ, વાત એમ હતી કે દોડતી વખતે એક સારા લાગતા બહેનને કોઈ ન જોવે એમ એક નાનકડાં છોડની ચોરી કરતાં જોયા. જોડે તેમની ૩ કે ૪ વર્ષની બાળકી પણ સાથે હતી. મેં તેમને અટકાવ્યા નહી એ વાતનું મને દુખ છે, પણ એમને એમ કરતી વખતે જરાય શરમ ન આવી હોય? પેલી ૩-૪ વર્ષની બાળકીને શું લાગ્યું હશે? મને લાગે છે કે જો હું તેમને અટકાવવા ગયો તો ૧૦૦ ટકા તેમણે ચોરી ઉપર સીનાજોરી કરી જ હોત.


૧૦૦ ટકા ધોવાય ગયા હોત
આજના જમાનામાં ચોર પોતાને ચોર નથી ગણતા જેમકે આપણાં રાજકારણીઓ
Nilesh Gamit
December 8, 2011 at 14:06