સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
* ગઈકાલે દોડવા જવાનું પડતું મૂકીને ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લેવામાં આવી. ગઈસાલ આ ફેસ્ટિવલના વખાણ સાંભળ્યા પછી આ વખતે ખાસ મુલાકાત લેવાનું નક્કી કરેલું. IIMA ના નવાં કેમ્પસના મેદાનમાં દર વર્ષે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે અને જ્યાં ખાવાની વાત હોય ત્યાં અમદાવાદમાં ભીડ ના હોય એમ બને? ૧૦ રુપિયા એન્ટ્રી ફી આપી અમે ગયા તો લગભગ દરેક સ્ટોલ પર અવનવી વાનગીઓ અને એટલી જ ભીડ હતી. સાત્વિક એટલે કે ઓર્ગેનિક ફૂડ અને દેશી પ્રકારની વાનગીઓ ફેસ્ટિવલની ખાસિયત છે. અમને થયું કે ખાસ ડિનરનું આયોજન કરી આવ્યા તો એક-એક સ્ટોલ પર વાનગીઓનો ટેસ્ટ કરતાં જ આપણું કામ થઈ જાય અને એમ જ થયું. અડદની જલેબી, મકાઈના વડાં, પાઈનેપલ જલેબી, કોર્ન બાસ્કેટ અને છેલ્લે ગ્રીન એપલ-જવનું પાણી. ગોળ, કચરિયું, હળદર, બાજરીનો લોટ અને ઓર્ગેનિક મીઠું (આ મીઠાંનો પ્રોજેક્ટ આપણને ગમ્યો. જુઓ: teamfourd.nl) – આટલી ખરીદી કરી. છેલ્લે બાજરીનો રોટલો, રીંગણ ઓળો અને ખીચડી-કઢી સાથે ડિનર સંપૂર્ણ થયું. બપોરે કદાચ ગયા હોત તો ઓછી ભીડમાં વધુ મજા આવત.
આજે છેલ્લો દિવસ છે, ભીડ કદાચ વધુ હશે. પણ, તમને અવનવું ખાવામાં રસ હોય તો જવામાં વાંધો નથી






[...] કાર્તિકભાઈના બ્લૉગ પર આ પોસ્ટ વાંચીને ભૂતકાળના એ દિવસોની યાદ તાજી [...]
સાત્વિક ૨૦૧૧ « દૃષ્ટિકોણ
December 19, 2011 at 5:10 PM
તમે સાત્વિક ૨૦૧૧ની મુલાકાત લીધાની વાત કરી તો મને તેના ઉદ્ભવ પર પોસ્ટ લખવાની પ્રેરણા મળી. જુઓ http://dsvyas.wordpress.com/2011/12/19/sattvik-2011/ (આમ તો મારા બ્લૉગની લિંક્સ લોકોને મોકલવી મારા સ્વભાવથી વિરુદ્ધ છે, પણ તમારી પોસ્ટના અનુસંધાને લખી હોવાથી અહીં આપી છે).
ધવલ સુધન્વા વ્યાસ
December 19, 2011 at 5:15 PM