Archive for December 2011
RIP: દેવ આનંદ
* ફેસબુકમાં લખ્યું તેમ દેવ આનંદ સાહેબ હવે દેવ થયા અને મને પહેલી યાદ આવી તેમના સુપર ડુપર મુવી – લવ એટ ટાઈમ સ્કેવર ની. એનું ખાસ કારણ છે. એ વખતે હું હોસ્ટેલમાં હતો અને કોઈ બોરીંગ રવિવારે ફિસ્ટમાં ૧૫-૨૦ ગુલાબજાંબુ ઝાપટ્યા પછી મને અને શશિનને મુવી જોવાનું મન થયું. અમને એમ કે નટરાજમાં ટ્રાન્સપોર્ટર લાગ્યું છે (અને આગલા દિવસ સુધી ખરેખર હતું) તો અમે સાયકલ પર ત્યાં ગયા અને મુવી હતું – લવ એટ ટાઈમ સ્કેવર. A સર્ટિફિકેટ. અમને એમ કે ચાલો, કંઈક તો મજા આવશે. અને, જ્યારે મુવી જોઈને બહાર નીકળ્યા પછી અમે બંને જીવતા કેમ રહ્યા એ પ્રશ્ન હજી કુદરતના અણઉકેલ્યા રહસ્યોમાંનો એક છે.
બાકી, નો ડાઉટ. ગાઈડ કે પછી જૂનાં દેવાનંદના મુવી હજીય સદાબહાર છે. ૮૮ વર્ષની ઉંમરેય મુવી બનાવવા એ હિંમતનું કામ હતું. અલવિદા, દેવ સાહેબ.





