મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ઉત્તરાયણ બ્રેકનાં અપડેટ્સ…

with 4 comments

* ૨૦ પતંગ લીધી એ બંડલમાંથી ૧૯ નીકળી. એકાદને પટ્ટી મારવી પડી. બીજી ૧૦માંથી ૨ પર પટ્ટી-ક્રિયા કરવી પડી. બોધપાઠ મળ્યો. બહુ વિશ્વાસ કરવો નહી.

* પવન સારો છે, પણ અમારી સોસાયટીમાં ખાસ પતંગો ઉડતી નથી, એટલે જે માહોલ જામવો જોઈએ તે જામ્યો નથી, કવિન અહીંથી આમ આંટાફેરા મારે છે, પણ તેને મજા આવે છે – એટલે આપણને પણ મજા.

* થોડીક પતંગો કાપી, કેટલીય કપાઈ, ડાબા હાથની હથેળી પણ કપાઈ. એક પતંગનો ઢઢ્ઢો મરડવા જતા તૂટી ગયો એ નફાની વાત ગણી શકાય :) કોઈએ પતંગને સંબંધિત શબ્દભંડોળ પર Ph.D. કરવા જેવું ખરું.

પતંગ, ચીલ, ઢાલ, કિન્ના, ગૂંચ, માંજો, દોરી, ઢઢ્ઢો, હાથ મારવો, દોરી છોડવી, ઢીલ છોડવી (પાવી), લપેટ (અમદાવાદ), હોડ કાટ્ટા (પાલનપુર), કાયપો છે (સુરતી?), ખેંચ, પેચ, ગુંદર પટ્ટી, ગાંઠ, બરેલી, ફીરકી,  સૂરતી, સાંકળા ૮, છ તાર, નવ તાર… બીજુ કંઈ? હા. તલ સાંકળી બાકી રહી ગઈ!!!

4 Responses

Subscribe to comments with RSS.

  1. સુરતી ( એ…લપેટ.., દોરી ઘસાવી ?, માંજો તૈયાર થયો ?, ફાનસ, સેલો ટેપ !!, છપ્પર વાળજો તો જ પતંગ ચગશે ) વગેરે… વગેરે.. :)

    Mayur

    January 14, 2012 at 8:23 PM

    • કંડીલ, તુક્કલ – આ બે ફાનસ માટે વપરાતા શબ્દો છે.

      Kartik

      January 14, 2012 at 9:40 PM

  2. પતંગનો ઢઢ્ઢો મરડવા – એને અમે છાસ પીવડાવી એમ કહીએ છીએ.

    Jaykishan Parikh

    January 17, 2012 at 10:43 AM

  3. [...] કાર્તિકભાઈના બ્લૉગ પર ઉત્તરાયણ નિમિત્તની આ પોસ્ટ વાંચીને મને પણ મારો વર્ષો પહેલાનો [...]


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers